જો તમારૂ બેન્ક એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં છે તો આ સમાચાર તમારા માટે ખુબ જ મહત્વના છે. SBIએ ATM ટ્રાન્ઝેક્શનના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. બેન્કે ફેસબુક પર પોસ્ટ દ્વારા આ જાણકારી પોતાના ખાતાધારકોને આપી છે.
બેન્ક દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ 1 જાન્યુઆરી 2020થી SBIના ખાતાધારકો માટે ATMમાંથી રોકડ રકમ ઉપાડવાના નિયમમાં ફેરફાર થઈ ગયો છે. નવા નિયમ મુજબ હવે OTP વગર તમે ATMની મદદથી પોતાના એકાઉન્ટમાંથી રોકડ રકમ નહીં ઉપાડી શકો.
SBIએ બદલ્યો ATMમાંથી રોકડ રકમ ઉપાડવાનો નિયમ.
SBIએ 1 જાન્યુઆરી 2020થી ATMમાંથી રોકડ રકમ ઉપાડવાના નિયમમાં ફેરફાર કર્યો છે. જો તમે પણ SBIના ખાતાધારક છો તો પહેલા આ નિયમ વિશે જાણી લો અને સમજી લો કે નવા વર્ષમાં ATMમાંથી રોકડ રકમ ઉપાડવા માટે તમારે શું કરવું પડશે.
SBIએ ATMથી થતાં ફ્રોડને રોકવા માટે ATMમાંથી રોકડ રકમ ઉપાડવાના નિયમમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ SBIના ખાતાધારકોને 1 જાન્યુઆરી 2020થી રાત્રે ATMમાંથી પૈસા ઉપાડવા માટે OTP જરૂરી બનશે.
શું છે SBIનો નવો નિયમ..
SBI ખાતાધારકોને 1 જાન્યુઆરીથી રાત્રે 8 વાગ્યાથી લઈ સવારે 8 સુધી ATMમાંથી પૈસા ઉપાડવા માટે OTP નાખવો જરૂરી બની જશે. OTP વગર તમે ડેબિટ કાર્ડ દ્વારા ATMમાંથી પૈસા નહીં ઉપાડી શકો. SBIએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે કે નવા વર્ષમાં રાત્રે 8 વાગ્યાથી લઈ સવારે 8 વાગ્યા સુધી ATMમાંથી પૈસા ઉપાડવા માટે ખાતાધારકોના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. આ OTPને નાખ્યા પછી જ ATMમાંથી પૈસા નિકળશે.
SBIના નવા નિયમ મુજબ 10,000 રૂપિયાથી વધારે પૈસા ઉપાડવા પર આ નિયમ લાગૂ થશે. OTP ત્યારે જ આવશે જ્યારે તમે SBIના ATMથી જ પૈસા ઉપાડશો. કોઈ બીજી બેન્ક કે ATMમાંથી પૈસા ઉપાડવા પર OTPની જરૂરિયાત રહેશે નહીં. OTP સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવશે, જેમાં અંક અને અંગ્રેજીના અક્ષર બંને હશે.
આ OTP માત્ર 1 ટ્રાન્ઝેક્શન માટે માન્ય રહેશે અને એક નિશ્ચિત સમયમર્યાદા પછી તે નિષ્ક્રિય થઈ જશે. બેન્કે કહ્યું કે ATMમાંથી પૈસા ઉપાડવા માટે OTP સિવાય અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ સુવિધા તે SBIના ડેબિટ કાર્ડધારકો પર લાગૂ થશે, જે સ્ટેટ બેન્કના ATMનો ઉપયોગ કરશે.