Monday, October 2, 2023
Home Education શાળાઓ ખુલવાની તારીખ જાહેર

શાળાઓ ખુલવાની તારીખ જાહેર

21 સપ્ટેમ્બરથી જ્યાં રાજ્યોને ધોરણ 9 થી 12 સુધી ચાલવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યાં હવે 15 ઓક્ટોબર પછી, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે શાળાઓ (શાળાઓ ફરીથી ખોલવા), કોલેજો ખોલવાની મંજૂરી આપી છે. જો કે, તેને ખોલવું કે નહીં તે રાજ્ય સરકાર પર નિર્ભર રહેશે. શિક્ષણ મંત્રાલયે અનલોક 5.0 માટેની માર્ગદર્શિકા વિશે ટ્વિટ કર્યું છે અને તે વિસ્તારની દરેક વાતની માહિતી આપી છે. જો કે, હાલમાં આ મુક્તિ ફક્ત બિન-કન્ટિમેન્ટ ઝોનમાં આવતા વિસ્તારો માટે આપવામાં આવે છે. રાજ્ય સરકારો નિર્ણય કરશે કે શાળાઓ ક્યારે ખુલશે.

કોલેજ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ખોલવા માટેના નિયમો નીચે મુજબ છે

કોલેજ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ક્યારે ખુલશે તેના પર નિર્ણય ઉચ્ચ શિક્ષણ વિભાગ લેશે. તેના માટે ગૃહ મંત્રાલય સાથે વાત  કરવામાં આવશે. શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા આ પ્રમાણે છે.

  • ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને પ્રાથમિકતા અને પ્રોત્સાહન
  • હાલ ફક્ત રિસર્ચ સ્કોલર્સ (Ph.D) અને પીજીના એ જ વિદ્યાર્થીઓ કે જેમણે લેબમાં કામ કરવું પડે છે તેમના માટે જ સંસ્થાનો ખુલશે.
  • તેમાં પણ કેન્દ્રની સહાયતા મેળવનારી સંસ્થાઓમાં, તેમના હેડ નક્કી કરશે કે લેબવર્કની જરૂર છે કે નહીં. રાજ્યોની યુનિવર્સિટીઓ કે પ્રાઈવેટ યુનિવર્સિટીઓ પોતાના ત્યાં સ્થાનિક ગાઈડલાઈન્સ પ્રમાણે ખુલી શકે છે.

15 ઓક્ટોબર બાદથી ખુલી શકશે શાળા-કોલેજો, પરંતુ  આ ધ્યાન રાખવું પડશે

શાળાઓ, કોચિંગ સંસ્થાઓ ખોલવા માટેની માર્ગદર્શિકા નીચે મુજબ છે

  • ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને પ્રાથમિકતા અને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • જો વિદ્યાર્થી ઓનલાઈન ક્લાસ અટેન્ડ  કરવા માંગે તો તેમને તે અંગે મંજૂરી આપી શકાય.
  • વિદ્યાર્થીઓ ફક્ત માતા પિતાની લેખિત મંજૂરી બાદ જ શાળા/કોચિંગ ક્લાસમાં આવી શકે. તેમના પર હાજરીનું કોઈ દબાણ ન નાખવામાં આવે.
  • સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શિક્ષણ વિભાગની SOPના આધારે રાજ્ય પોતાની SOP તૈયાર કરશે.
  • જે પણ શાળાઓ ખુલશે તેમણે ફરજિયાત રીતે રાજ્યના શિક્ષણ વિભાગની SOPનું પાલન કરવાનું રહેશે.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments