Friday, June 9, 2023
Home Astrology ગોહિલવાડમાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર ગોહિલવાડના આદ્યપુરુષ સેજકજી ગોહિલ વિશે વાંચો..

ગોહિલવાડમાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર ગોહિલવાડના આદ્યપુરુષ સેજકજી ગોહિલ વિશે વાંચો..

ગોહિલવાડમાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર સેજકજીનો રાજકાળ .. 1240થી 1290 માનવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના દક્ષિણપૂર્વના વિશાળ ભૂભાગને ગોહિલવાડ એવું નામ આપનાર ગોહિલોના આદ્યપુરુષ સેજકજી ગોહિલ હતા.

ઠાકોર સેજકજી પોતાના સાતેય ભાઈઓ જોધાજી, સોનજી, હનુજી, માનસિંહજી, વિસાજી, દુદાજી અને દેપાળજીને સાથે લઈને ખેડગઢછોડીને ગુજરાત તરફ આવવા તૈયાર થયા. પોતાના ભાઈઓ, સગાસંબંધી કુળગોર (પુરોહિત) ગંગારામ વલ્લભરામ તથા કારભારી(મંત્રી) શાહ રાજપાળ અને અમીપાળ સાથે લીધા હતા.

સેજકજીએ સાથે લીધેલા પુરહિત ગંગારામના વંશજો શિહોર (જિ. ભાવનગર)માં સ્થાયી થયા હતા. સેજકજીને મુરલીધર દાદાની ભક્તિઘણી પ્રિય હતી, તેથી તેમણે પોતાના સહાયકદેવ મુરલીધરની પધરામણી એક અલગ સીગરામમાં કરાવી હતી. સાથે કુળદેવીનુંત્રિશૂળ તથા ખેત્રપાળને પણ રથમાં પઘરાવેલાં હતાં, આમ તૈયારી કરી આખો સંઘ લઈને સેજકજી ગુજરાત તરફ ચાલી નીકળ્યા.

रथ चक्र निकस परे जेही ठाम महिपाळ जहां कीजे मुकाम

એક રાત્રીએ મુરલીધર શ્રીકૃષ્ણ ભગવાને સેજકજીને સ્વપ્નમાં આવીને કહ્યું, ‘મારા રથનું પૈડું જ્યાં અટકી પડે ત્યાં રોકાઈ જશો. ત્યાં તમનેરાજ કરવાનું મળશે. ઉત્તરોત્તર તમારી પ્રગતિ થશે.’ પાંચાલ પરગણું આવતા રથનું પૈડું ભાંગી ગયું. ત્યાં આખો સંઘ રોકાઈ ગયો.

 

ઝાંઝરજીના પાટવીકુંવર સેજકજી પોતાના સંઘને પાંચાલ પરગાણામાં રોકીને મંત્રી શાહ રાજપાળને લઈને જૂનાગઢ રામહીપાલનાદરબારમાં જાય છે. રાજ્ય છોડીને ઉચાળા ભરવાની સઘળી હકિકત રામહીપાલને જણાવે છે.

રામહિપાલે રાજ્યની પૂર્વ દિશાએ સાપર વગેરે બાર ગામનો પટ્ટો (જાગીર) કરી આપ્યો અને કહેવામાં આવ્યું કે આટલા ગામો અનેપ્રદેશનું ખાંટ કોળીઓ તથા ભીલોથી તમારે રક્ષણ કરવું. કેટલાક મહિના સુધી સેજકજી જૂનાગઢમાં રહ્યા.

રાજ્યની સંભાળ સારી રીતે રહે હેતુથી રામહીપાલે સેજકજી અને તેમના સાતેય ભાઈઓને સૌરાષ્ટ્રના જુદા જુદા પ્રાંતમાં સામંત તરીકેનીમ્યા. સમયથી ગોહિલો સૌરાષ્ટ્રના રક્ષણકર્તા કહેવાયા.

રામહીપાલે આપેલી સાપર અને બાર ગામોની જાગીર સંભાળીને સેજકજી રહેતા હતા. તેમને બે રાણીઓ હતી. તેમની પ્રથમ રાણીથીરાણોજી નામે કુંવર અને ફુલજીબા નામે કુંવરી જન્મ્યાં હતાં.

દ્વિતીય રાણીથી શાહજી તથા સારંગજી નામે કુંવર અને વાલમકુંવરબા નામે કુંવરી જન્મ્યાં હતાં. આમ સેજકજીના પરિવારમાં રાણોજી, શાહજી, સારંગજી નામે ત્રણ કુંવરો અને વાલમકુંવરબા તથા ફુલજીબા નામે બે કુંવરીઓ સંતાનમાં હતી.

एक दिन कवाट नृपके कुमार, खेंगार गये खेलन शिकार

જૂનાગઢના કુંવર રાખેંગાર શિકાર ખેલવા નિકળ્યા છે. ઘણી જહેમત બાદ સસલું દેખાય છે. કુંવર શિકાર ની પાછળ જાય છે પરંતુશિકાર નીકળી જાય છે.

ગોહિલોના પડાવમાં રાણીની ગોદમાં જઈ સસલું બેસી જાય છે. રાખેંગાર શિકાર સોપી દેવા કહે છે.

પરંતુ શરણે આવેલા ની મદદ કરવી ક્ષત્રિયધર્મ છે આથી શરણે આવેલા સસલાને સોપવા રાણી ના પાડે છે.

સસલા માટે સોરઠ ના લડવૈયાઓ અને ગોહિલો વચ્ચે ધીંગાણુ મચ્યું. સોરઠના લડવૈયાઓ મરાયા અને કુંવર જીવતા બંદી થયા. એકસિપાઈ જૂનાગઢ જઈ કુંવર મરાયાની વિગત જણાવે છે.

हम सुन्या बुरा यह समाचार, अब होत जिया मेरा उदास, रहेना उचित हम आप पास॥, रजपूत वंशकी यही रीत॥, मम पुत्र हने कवु टेक काज, जिनमें आपको दोष आज॥, दूसरा होय मम पुत्र धाम, खेंगार घरूंगा फेर नाम ॥, तुम जेसा क्षत्रिय मट प्रवीन, हमकु मिलना होवे कठिन

સેજકજી સમાચાર સાંભળી ઘણા દિલગીર થયા. થોડો વિચાર કરીને સેજકજી ઊભા થયા અને રામહિપાલને પ્રણામ કરીજાગીરનો પટ્ટો રાના ખોળામાં મૂકીને કહેવા લાગ્યા, ‘ પટ્ટો અમારાથી રખાશે નહિ.’ એટલું કહીને સેજકજી ચાલવા માંડ્યા. રાતેમને રોક્યા અને કહેવા લાગ્યા, ‘કેમ તમારાથી પટ્ટો રખાશે નહિ ?’ સેજકજી કહે, ‘અમારા માણસોએ આપના કુંવરને માર્યા છે,

એટલે અમારાથી આપના પ્રદેશમાં કેવી રીતે રહેવાય ? મારા માણસોએ મારા આશ્રયદાતા પર આવું દુઃખ નોતર્યું. હવે હું શું મોઢું લઈનેઅહીં બેસું.’ રામહીપાલ સેજકજીને કહેવા લાગ્યા, ‘ક્ષત્રિય પુત્રો મરવા માટે જન્મે છે.

તમારા માણસોએ ક્ષાત્રધર્મ પ્રમાણે કર્તવ્ય કર્યું છે. પુત્ર તો બીજો મળશે પણ તમારા જેવા મિત્ર નહીં મળે. અમારે બીજો કુંવર આવશે તેનુંનામ ખેંગાર રાખીશું. પરંતુ પટ્ટો તમે રાખો.

સેજકજી શાપુર આવ્યા અને જોયું તો કુમાર જીવતા છે. જૂનાગઢ ખબર મોકલ્યા અને રામાહિપાલ શાપુર પધાર્યા.  રાઅને ગોહિલ ભેટી પડયા, રાશુરી ક્ષત્રિયાણીને ધન્યવાદના ખબર મોકલે છે.

સેજકજીએ પોતાના દીકરી વાલમકુંવરબાને રાખેંગારની સાથે પરણાવે છે. ત્યારથી રાઅને ગોહિલોના સંબંધો બંધાણા અને આજદિનસુધી અકબંધ છે.

🙏🏻જય ગોહિલવાડ🚩

✍🏻 વિશ્વજીતસિંહ પ્રહલાદસિંહ ગોહિલ ચોમલ

RELATED ARTICLES

Most Popular

Recent Comments