શીળસ એક જાતનું દરદ, શીતપિત્ત, શરીર ચાઠાં ઊપડી થતો લોહીવિકારનો એક રોગ..
આ રોગ ઉપર શરીરે રાખ ચોળવામાં આવે છે. થોડો દેશી ચૂનો થોડીવાર પાણીમાં પલાળી રાખી તેના ઉપરથી પાણીની આછ ઉતારી લઈ તે આછ આશરે પાંચ તોલા દરરોજ પાવાથી આ દરદ શાંત થાય છે.
શીળસને સારૂ ઠંડા પાણીમાં બોળેલ ચાદર લપેટવાનો ઉપાય અકસીર છે.
કળથીની રાખ બનાવી તેમાં ગોળ નાખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે. રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
૮ થી ૧૦ કોકમ, ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાળી, તેમાં સાકર તથા થોડું જીરૂં નાંખી દિવસમાં ૨-૩ વાર પીવાથી કોઈ દવાથી ન મટતું શીળસ મટે છે.
૧ ગ્રામ મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીતળા પર લેપ કરવાથી શીળસ મટે છે.
૧ ડોલ નવશંકા પાણીમાં ૧ થી ૨ ચમચી ખાવાનો સોડા (સોડા બાયકાર્બ) નાંખીને તે પાણીથી સ્નાન કરવાથી શીળસ મટે છે.