જન્મ – ૨૮ સપ્ટેમ્બર ૧૮૩૬, મૃત્યુ – ૧૫ ઓક્ટોબર ૧૯૧૮, પ્રસિદ્ધિ – આધ્યાત્મિક ગુરુ, યોગી અને ફકીર, વિશેષ – એવું માનવામાં આવે છે કે સાંઈ બાબાને પુરાણો, ભગવદ ગીતા અને હિંદુ દર્શનની વિભિન્ન શાખાઓનું બહું જ સારું એવું જ્ઞાન હતું. જાણકારી – સાંઈ બાબા મુસ્લિમ ટોપી પહેરતાં હતાં..
ઘણીજ રસપ્રદ વાતો છે એમની !!!
સાંઈબાબા જેમને શિરડીના સાંઈબાબા પણ કહેવાય છે એ એક ભારતીય આધ્યાત્મિક ગુરુ હતા. જેમને એમના ભક્તો ફકીર કે સતગુરુ કહીને પણ બોલાવતાં હતાં. એમનાં ભક્તો હિંદુ અને મુસલમાન એ બંને ધર્મ અને સમુદાયનાં હતાં. જયારે એ સ્વયં હિંદુ હતા કે મુસ્લિમ એ આજે પણ રહસ્ય જ છે ! એમને સાચાં સતગુરુ અને મુર્શિદની રાહ બતાવી અને આધ્યાત્મિકતાનાં પાઠ ભણાવ્યા. સાંઈબાબાનાં ચમત્કારોને કારણે દૂર દૂરથી લોકો મળવાં આવતાં હતાં અને ધીરે ધીરે એ એક પ્રસિદ્ધ સંતના રૂપમાં જાણીતાં થયાં. સાંઈબાબાને આજે સમગ્ર વિશ્વમાં પૂજવામાં આવે છે અને પ્રતિદિન અનેક લોકો શિરડીના સાંઈબાબાનાં મદિરમાં એમના દર્શન કરવાંમાટે આવે છે !!!
શિરડી સાંઈબાબનું પ્રારંભિક જીવન..
સાંઈબાબાનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૮૩૫માં મહારાષ્ટ્રનાં પથરી ગામમાં થયો હતો. સાંઈબાબાનાં પિતા અને બાળપણની વિગતો અને જાણકારી ઉપલબ્ધ નથી. એમનાં વિષેની સૌ પ્રથમ જાણકારી સાંઈ સતચરિત પુસ્તક શિરડી ગામમાંથી પ્રાપ્ત થયેલી છે. સાંઈબાબા ૧૬ વર્ષની ઉંમરમાં શિરડી ગામમાં પહોંચ્યા. ત્યાં એમણે એક લીમડાનાં ઝાડ નીચે આસનમાં બેસીને તપસ્વી જીવન વિતાવવું શરુ કર્યું.
જ્યારે ગામવાળાએ એમણે જોયાં તો એ લોકો ચોંકી ગયાં કેમકે આટલી યુવા વ્યક્તિને આટલી કઠોર તપસ્યા કરતાં એમણે પહેલાં ક્યારેય નહોતો જોયો ! એ ધ્યાનમાં એટલાં બધાં લીન હતાં કે એમને સર્દી, ગરમી અને વરસાદનો કોઈ એહસાસ નહોતો થતો !
દિવસમાં એમની પાસે કોઈ નહોતું અને રાતના એ કોઈનાથી ડરતાં નહોતાં. એમની આ કઠોર તપસ્યાએ ગામલોકોને એમની તરફ આકર્ષ્યા અને ઘણાં ધાર્મિક લોકો તો નિયમિત એમને જોવાં આવતાં હતાં.
કેટલાંક લોકો એમણે પાગલ કહીને એમની ઉપર પથ્થર ફેંકતાં હતાં. સાંઈબાબા એકદિવસ ગામમાંથી જતાં રહ્યાં અને કોઈને ખબર પણ નાં પડી. એ ત્રણ વર્ષ શિરડીમાં રહ્યાં અને એનાં પછી એ શિરડીમાંથી ગાયબ થઇ ગયાં. એનાં પછી એક વર્ષ પછી એ ફરીથી પાછાં શિરડી આવ્યાં અને હંમેશને માટે ત્યાં વસી ગયાં !!!
સાંઈબાબાનું શિરડી ફરીથી આવવું —
ઇસવીસન ૧૮૫૮માં સાંઈબાબા પાછાં શિરડી ફર્યાં. આ વખતે એમણે વેશભૂષાણો અલગ જ તરીકો અપનાવ્યો જેમાં. એમણે ઘૂંટણો સુધી એક કફની બાગા અને એક કપડાંની ટોપી પહેરી હતી. એમનાં એક ભક્ત રામગીર બુઆએ બતાવ્યું કે જયારે એ શિરડી આવ્યાં ત્યારે એમણે ખેલાડીની જેમ કપડાં અને અને કમર સુધીનાં લાંબા વાળ હતાં. જે એમણે ક્યારેય ના કપાવ્યા.
એમનાં કપડાંને જોઇને એ સુફી સંત લાગી રહ્યાં હતાં જેને જોઇને ગામવાળાઓએ એમને મુસ્લિમ ફકીર સમજ્યા. આજ કારણે હિંદુ ગામ હોવાં છતાં એમનો ઉચિત સત્કાર નહોતો કરવામાં આવ્યો, લગભગ ૫ વર્ષો સુધી એ લીમડાના ઝાડ નીચે રહ્યાં અને અક્સર લાંબા સમય સુધી શિરડીની પાસેનાં જંગલોમાં ભટકતાં-ફરતાં રહ્યાં. એ કોઈની પણ સાથે બોલતાં નહોતાં કારણકે એમણે લાંબા સમય સુધી તપસ્યા કરી હતી. અંતત: એમણે એક જર્જર મસ્જિદને પોતાનું ઘર બનાવ્યું અને એકાકી જીવન વિતાવવા લાગ્યાં. ત્યાં બેસવાથી આવતાં- જતાં લોકો એમને ભિક્ષા આપતાં હતાં જેનાથી એમનું જીવન ચાલતું રહેતું હતું.
એ મસ્જીદમાં એમણે એક ધૂણી જલાવી જેમાંથી નીકળેલી રાખને એ એમને મળવા આવનાર લોકોને આપી દેતાં હતાં. એવું માનવામાં આવે છે કે એ રાખમાં ચિકત્સીય શક્તિ હતી, એ હવે ગામલોકો માટે એક હકીમ બની ગયાં હતાં જે રાખથી એમની બીમારી દૂર કરતાં હતાં. સાંઈબાબા એમને મળવા આવનાર લોકોને આધ્યાત્મિક શિક્ષા પણ આપતાં હતાં અને એમને પવિત્ર હિંદુ ગ્રંથોની સાથે કુરાન પણ પઢાવતા હતાં. એ ઈશ્વરનાં અતુટ સ્મરણ માટે અપરિહાર્યતા માટે પ્રેરિત કરતાં હતાં !
અને ઘણી વખત ગુપ્ત તરીકોથી દ્રષ્ટાંતો, પ્રતિક અને રૂપકથી ખુદને વ્યક્ત કરતાં હતાં. ઇસવીસન ૧૯૧૦ પછી સાંઈબાબાની પ્રસિદ્ધિ મુંબઈ સુધી ફેલાઈ ગઈ અને લોકો એમને મળવાં આવવાં લાગ્યાં કારણકે એમની ચમત્કારી રીતોને કારણે એમણે સંત માનતા હતાં.
સાંઈબાબાએ ” સબકા માલિક એક” નો નારો આપ્યો હતો જેનાથી હિંદુ-મુસ્લિમ સદભાવ બન્યો રહે. એમણે પોતાનાં જીવનમાં હિંદુ અને મુસ્લિમ બંને ધર્મોનું અનુસરણ કર્યું. એ વારંવાર એમ કહ્યા કરતાં હતાં કે “મારાં પર વિશ્વાસ કરો , તમારી પ્રાર્થનાનો ઉત્તર આપવામાં આવશે. એ હંમેશા પોતાની જીભ પર “અલ્લાહ માલિક” બોલતાં રહેતાં હતાં !
સાંઈબાબાએ પોતાની પાછળ ના કોઈ આધ્યાત્મિક વારિસ અને ના કોઈ અનુયાયી છોડયાં. એ સિવાય એમણે ઘણાં લોકોનાં અનુરોધ બાવજૂદ કોઈને શિક્ષા પણ આપી હતી. એમનાં કેટલાંક અનુયાયી પોતાની આધ્યાત્મિક પહેચાનને કારણે પ્રસિદ્ધ થયાં. જેમાં સાકોરીનાં ઉપાસની મહારાજનું નામ આવે છે. સાંઈબાબાનું મૃત્યુ ૧૫ ઓક્ટોબર ૧૯૧૮માં શિરડી ગામમાં થયું હતું. મૃત્યુ સમયે એમની આયુ ૮૩ વર્ષની હતી !!! સાંઈબાબાનાં મૃત્યુ પછી એમનાં ભકત ઉપાસની મહારાજને પ્રતિદિન આરતી સોંપતાં હતાં જયારે એ શિરડી આવતાં હતાં ત્યારે !!!
સાંઈબાબાનાં ભક્ત અને મંદિર ———-
શિરડી સાંઈબાબાના અનુયાયીઓ ૧૯મી સદીમાં શરુ થયા જયારે એ શિરડી રહેતાં હતાં. એક સ્થાનીય ખંડોબા પુજારી મ્હાલ્સપતી એમનો પહેલો ભક્ત હતો. ૧૯મી સદી સુધી સાંઈબાબાનાં અનુયાયી કેવળ શિરડી અને આસપાસનાં ગામો સુધી જ સિમિત હતાં. સાંઈબાબાનું પહેલું મંદિર ભિવપુરીમાં સ્થિત છે. શિરડી સાંઈબાબનાં મંદિરમાં પ્રતિદિન ૨૦૦૦૦ શ્રધાળુઆવે છે અને તહેવારોના દિવસોમાં આ સંખ્યા લાખ સુધી પહોંચી જાય છે !
શિરડી સાંઈબાબને વિશેષત: મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ , કર્ણાટક , તામિલનાડુ અને ગુજરાતમાં પૂજવામાં આવે છે !!! ઇસવીસન ૨૦૧૨માં એક અજ્ઞાત શ્રદ્ધાળુએ પહેલી વખત ૧૧.૮ કરોડનાં બે બેહદ કિંમતી મુકુટ શિરડી મંદિરમાં ચઢાવ્યા જેનાં પછી સાંઈબાબા ટ્રસ્ટે બધાં લોકોને કહ્યું. શિરડી સાંઈબાબાનાં ભક્ત સમગ્ર વિશ્વમાં ફેલાયેલાં છે !!!
શિરડી સાંઈબાબાનાં ચમત્કારો,
પાણીથી દીવો જલાવવો ———–
સાંઈબાબાને એમની મસ્જીદ અને બીજાં મંદિરોમાં દીવો જલાવવાનો બહુ જ શોખ હતો. પરંતુ તેલ માટે એમને ત્યાંના વાણીયાઓ પર આશ્રિત રહેવું પડતું હતું. એ દરેક સંધ્યાએ દીવો પ્રગટાવતાં હતાં અને વાણીયા પાસેથી દાન લેતાં આવતાં હતાં. વાણીયાઓ સાંઈબાબાને મફતમાં તેલ આપીને થાકી ગયાં હતાં અને એક દિવસ એમણે સાંઈબાબાને માફી માંગીને તેલ આપવાનો ઇન્કાર કરી દીધો.
અને કહ્યું કે એમની પાસે હવે તેલ બચ્યું જ નથી !!! વિના કોઈ વિરોધ પ્રગટ કર્યે સાંઈબાબા પાછાં પોતાની મસ્જીદમાં આવી ગયાં. હવે એમણે એ માટીના દીવામાં પાણી ભર્યું અને બાતી જલાવી દીધી. એ દીવો મધ્યરાત્રી સુધી જલતો રહ્યો !!! જયારે આની સુચના વાણીયાઓ સુધી પહોંચી તો એ લોકો સાંઈબાબા પાસે વિપુલ ક્ષમાયાચના કરવાં આવી પહોંચ્યા. સાંઈબાબાએ એમણે ક્ષમા કરી દીધાં અને કહ્યું કે હવે ક્યારેય જુઠ્ઠું નાં બોલતાં !!! અને આ રીતે સાંઈબાબાએ પોતાનો ચમત્કાર દેખાડતાંપાણીથી દીવો જલાવ્યો.
વરસાદને રોકવો ———-
એકવાર રાયબહાદુર નામનો એક વ્યક્તિ પોતાની પત્ની સાથે સાંઈબાબાનાં દર્શન માટે શિરડી આવ્યો. જ્યાં એ પતિ-પત્ની બાબાનાં દર્શન કરીને પાછાં જવાં લાગ્યાં ત્યાજ મુશળધાર વરસાદ શરુ થઇ ગયો. બહુજ જોરથી વીજળીના કડાકા-ભડાકા થવાં લાગ્યાં અને બહુજ જોરથી તુફાન આવ્યું
સાંઈબાબાએ પ્રાર્થના કરી ——
” હે અલ્લાહ , વરસાદને રોકી લો.. મારા બાળકો ઘરે જઇ રહ્યાં છે એમને શાંતિથી એમનાં ઘરે જવાદો !!!” એનાં પછી વરસાદ બંધ થઇ ગયો અને એ પતિ – પત્ની સકુશળ ઘરે પહોંચી ગયાં !!!
ડૂબતી બાળકીને બચાવી ———
એકવાર બાબુ નામક વ્યક્તિની ૩ વર્ષની બાળકી કુવામાં પડી ગઈ અને ડૂબવા લાગી. જયારે ગામવાળા કુવાની પાસે દોડયા એમણે જોયું તો બાળકી હવામાં લટકી રહી હતી જાણે કોઈ અદ્રશ્ય હાથ એને પકડીને ઉપર નાં ખેંચી રહ્યો હોય અને આ રીતે એ બાળકીને ઉપર ખેંચી લીધી. સાંઈબાબાને એ બાળકી બહુજ વ્હાલી હતી. જે વારંવાર એમ કહ્યા કરતી હતી કે —- ” હું તો બાબાની બહેન છું. આ ઘટના પછી ગામલોકો એ કહ્યું કે આ બધી તો બાબાની લીલા છે. આ સિવાય આ ચમત્કારનું બીજું કઈ વધારે સ્પષ્ટીકરણ ના થયું.
એક વધારે પ્રસંગ ——-
શિરડીના સંતશ્રી સાંઈબાબાના એક શિષ્ય હતા.. તેઓ સાંઈબાબાના અનન્ય ભક્ત હતા. સાંઈમાં તેમને પૂરી શ્રદ્ધા. રોજ તેઓ સાંઈબાબાના દર્શન કરવા જતા. દર્શન કર્યા વિના કદી પાછા ફરતા નહોતા. કોક વાર તો એવું બનતું કે લોકોની ભીડમાંથી માર્ગ કાઠીને આગળ કેમ જવું તે જ સમજાતું નહિ. આવી વેળાએ શિષ્ય આખો દિવસ ખડે પગે રાહ જોતા. ઊભા રહેતા અને દર્શન કરીને જ ઘરભેગા થતા. વળી આ શિષ્ય સાંઈબાબાના દર્શન કર્યા.
પહેલાં કદી મોંમાં અન્નનો દાણો મૂકતા નહિ. આ તેમનો રોજિંદો નિયમ હતો.
એક દિવસ એવું બન્યું કે સાંઈના દર્શન કાજે ખૂબ માનવમેદની ભેગી થઈ હતી.. હકડેઠઠ લોકમેળામાંથી માર્ગ કાઢીને શિષ્ય સાંઈના ચરણો સુધી કેમ કરતાં પહોંચી શક્યા નહિ. ભૂખ્યા અને તરસ્યા ઊભા રહેતાં રાત પડી ગઈ. લોક વિખરવા લાગ્યું, ત્યારે સાંઈભક્ત અંદર જઈ શક્યા.
ભક્તે બાબાના ચરણોમાં માથું મૂક્યું.
સાંઈબાબાએ જ્યારે જાણ્યું કે પોતાને લીધે શિષ્યને ખૂબ કષ્ટ વેઠવું પડ્યું છે ત્યારે તેઓ મૃદુ સ્વરે બોલ્યો: “ભાઈ, શા સારુ તારે રોજ આમ માહકની તકલીફ વેઠવી જોઇએ? જો, હવેથી તું અહીં ધક્કો ખાઈશ નહિ. હું જ તને આવીને મળી જાયા કરીશ. માટે કાલથી અહીં આવવાનું બંધ કરી દેજે. હું તને ખાતરી પૂર્વક કહું છું કે જમ્યા પહેલાં તું મારા દર્શન અવશ્ય કરશે.”
ધન્ય શ્રી સાંઈ ! લાખ વંદના તમારી નમ્રતાને અને તમારા શિષ્ય પ્રેમને ! આમ વિચારતાં મનમાં ખૂબ ખુશ થતાં અને અનુભવતાં શિષ્ય ઘર જવા નીકળ્યો. બીજે દિવસે શિષ્ય વહેલી સવારે જાગી ગયો. સ્નાન પૂજાદિ વહેલાં-વહેલાં પતાવી દીધાં અને પછી શ્રીસાંઈની પધરામણીની રાહ જોતો તે આગલે બારણે બેઠો. આમ કરતાં સવાર વીતવા લાગી. બપોર થઈ પણ સાંઈનો પત્તો ના મળે.
સંધ્યાકાળ થતાં તો શિષ્યનો ઉચાટ વધી ગયો. સાંઈગુરુ ઉપર તેને રોષ ચઢ્યો. સવારથી ભૂખ્યે પેટે બેઠો છું, છતાં સાંઈએ મારા ઉપર કૃપા ન કરી? શિષ્યને મનમાં અત્યંત માઠું લાગ્યું. આખરે અધીર બની મોડી સાંજે તે સાંઈના દર્શને જવા નીકળ્યો.
સાંઈબાબાને નિયત જગ્યા ઉપર નિરાંતે બેઠેલાં જોઈને શિષ્ય રોષપૂર્વક બોલ્યો: “દેવ, તમે જ વચન આપો અને તમે જ તે તોડો એ તે કેવું કહેવાય?” શિષ્યની રોષપૂર્ણ વાણી સાંભળી શ્રીસાંઈ બોલ્યા: “રે, હું આજે એક વાર નહીં ત્રણ વાર તારે ઘેર આવી ગયો.”
શિષ્ય કહે: “દેવ, શું કહો છો? હું તે દી’ આખાથી તમારી તમારી વાટ જોતો બેસી રહ્યો, પરંતુ તમારા દર્શન થયાં નહિ, છેવટે હું જ અહીં આવ્યો અને તમે કહો છો કે તમે ત્રણ-ત્રણ વાર મારું ઘર પાવન કર્યું?”
ત્યારે સાંઈ બોલ્યા: “પહેલી વાર હું તારે ઘેર ભિખારીના વેશમાં આવ્યો, પરંતુ તેં મને કહ્યું કે જતો રહે, ખબરદાર અહીં આવ્યો છે તો !” અને હું જતો રહ્યો. બીજી વાર એક ઘરડી ડોસીના રૂપમાં હું તારે આંગણે આવીને ઊભો, પરંતુ તેં મારી તરફ જોયું પણ નહિ. ઊલટાનું મને જોતાંવેંટ જ તેં તારી આંખો બંધ કરી દીધી.
અત્યંત દુઃખી થતાં શિષ્ય બોલ્યો: “દેવ, કોઈ પણ સ્ત્રીના મોં સામે ન જોવાનું મેં વ્રત લીધું છે.”
શ્રીસાંઈ કહે: “તો એમાં હું શું કરું? શું મારે તારી બંધ આંખોમાં ઘૂસી જવું? હું તો આવ્યો પણ તેં જ તારી આંખો બંધ કરી દીધી. હું ફરી પાછો જતો રહ્યો. ત્રીજી વાર હું કૂતરો બનીને ફરી તારે દ્વારે આવીને ઊભો, પરંતુ આ ફેરા પણ તેં મને તારા ઘરમાં પેસવા ન દીધો. ઊલટાનો તું તો હાથમાં દંડો લઈને બારણા વચ્ચે મને હાંકી કાઢવા ઊભો રહ્યો. હવે તું જ કહે આમાં મારો શો વાંક?”