Saturday, June 10, 2023
Home History શિવમંદિર જે 14મી સદીમાં બનાવવામાં આવેલું અને છે રહસ્યોથી ભરપૂર, જાણો ક્યાં...

શિવમંદિર જે 14મી સદીમાં બનાવવામાં આવેલું અને છે રહસ્યોથી ભરપૂર, જાણો ક્યાં કારણે નથી મંદિરને શિખર ?

ભિલાઇ, છત્તીસગઢ: આ દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે. કેટલાક રહસ્ય તર્ક અને વિજ્ઞાનથી પર હોય છે. તો કેટલાક રહસ્ય દંતકથામાં જીવિત હોય છે. આ બધામાં સાચું શું છે કોઇ નથી જાણી શકતું. આવું જ એક રહસ્યમય શિવમંદિર રાયપુરથી 22 કિલોમીટરના અંતરે દુર્ગ માર્ગ પર આવેલ દેવબલોદ મંદિર છે. જે ભિલાઇની નજીક છે. આ મંદિરને 12-13મી શતાબ્દીનું માનવામાં આવે છે.

આ મંદિરને કલચુરી રાજાઓએ બંઘાવ્યું હતું. કહેવાય છે કે આ મંદિરના નિર્માણ માટે 6 મહિનાનો સમય નિશ્ચિત કરાયો હતો. જો કે 6 મહિનામાં મંદિર નિર્માણનું કાર્ય પુર્ણ કરવું શક્ય નહોતું. તો તેને અધુરુ જ છોડી દેવાયું. આ મંદિર બલુવા પથ્થરથી બનેલું છે.

પુરાતત્વ વિભાગ દ્રારા સંચાલિત આ મંદિર લોકડાઉનના કારણે બંધ હતુ. હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને શ્રાવણના સોમવારે તેને દર્શનાર્થીઓ માટે ખોલી દેવાયું. જો કે આ શ્રાવણમાં ભક્તો શિવલિંગને હાથથી સ્પર્શ નહી કરી શકે. તેમજ સોશિયલ ડિસ્ટન્સની સાથે માસ્ક પહેરવું પણ દર્શનાર્થી માટે ફરજિયાત છે.

આ મંદિર વિશે અન્ય રહસ્યમય વાતો શું છે જાણીએ. આ મંદિરની નીચે લગભગ ત્રણ ફૂટ નીચે ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપિત છે. મંદિરની બહાર એક કુંડ બનાવેલો છે. કહેવાય છે કે, શિલ્પી મંદિરને અધુરૂ છોડીને જતાં રહ્યાં હતા, જેથી મંદિરનું શિખર નથી બની શક્યું.

મંદિર કુંડ વિશે પણ કેટલીક કહાણીએ પ્રચલિત છે. તેમાં 2 કૂવા છે. એક કૂવો પાતાળ લોકોના રસ્તે જાય છે. તો બીજો કુવામાં એક ગુપ્ત સુરંગ છે. તે રાયપુર જિલ્લાના આરંગ વિસ્તારમાં ખુલ્લે છે. જો કે આ દંતકથામાં સત્ય શું છે અને કેટલું છે તે પણ એક રહસ્ય છે. જો કે આ કુંડની પણ એક ખૂબી છે, જે ઉનાળામાં પણ નથી સૂકાતો.

આ મંદિર ખજૂરાહો શૈલીમાં બન્યું છે. મંદિર પર સુંદર મૂર્તિનું શિલ્પ સ્થાપત્ય જોવા મળે છે. મંદિરની દીવાલ પર દેવી-દેવતાની પ્રતિમા સાથે રામાયણના પ્રસંગ પણ દર્શાવવામાં આવ્યા છે. મંદિર અંદર જે શિવલિંગ છે, તે ભૂરા રંગનું છે. માન્યતા છે કે આ શિવાલયમાં જે પણ કામના કરવામાં આવે તે દરેક મનોરથ પૂર્ણ થાય છે. દર વર્ષે શ્રાવણ માસમાં અહીં મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં લોકો ઉમટે છે પરંતુ આ વર્ષે કોરોનાને કારણે ભીડ નહીં રહે.

આ મંદિર સાથે એક અન્ય દિલચસ્પ વાત પણ જોડાયેલી છે. કહેવાય છે કે મંદિરનું નિર્માણ કરતો શિલ્પકાર શિવભક્તિમાં એટલો લીન થઇ ગયો હતો કે તેમને કપડા પહેરવાનું પણ ભાન ન રહેતું નહોતું. એક દિવસ તેમનું ભોજન લઇને તેમની પત્નીના બદલે બહેન આવી. બહેને ભાઇને આ હાલતમાં જોયો તો તેમને શરમ આવી. આ ઘટના બાદ મર્યાદા ભંગ થતાં શિલ્પકારે કુંડમાં કુદીને આત્મહત્યા કરી લીધી ત્યારબાદ ભાઇના વિયોગમાં બહેન પર તળાવમાં કૂદી ગઇ અને તેમણે આત્મહત્યા કરી લીધી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments