Friday, December 1, 2023
Home Ajab Gajab શિવનાં આ સ્વરૂપ અને નામ, જાણો ! તેમની મહિમા...

શિવનાં આ સ્વરૂપ અને નામ, જાણો ! તેમની મહિમા…

ભગવાન  શિવના નામ અને મહિમા..

એવું માનવામાં આવે છે કે ભક્ત જેવી ભાવના અને કામનાથી ઈશ્વરનું સ્મરણ કરે છે, ઈશ્વર તેવા સ્વરૂપે તેના પર કૃપા કરે છે. શિવ એક સનાતન તત્વ છે, આ માટે શિવના શક્તિ સ્વરૂપોની શાસ્ત્રોમાં અલગ-અલગ પ્રકારના નામોનો મહીમા ગાવામાં આવ્યો છે.

શિવના આ સ્વરૂપ અને નામ ચમત્કારીક રૂપથી દૈહિક, દૈવિક અને આધ્યાત્મિક સિદ્ધિ પણ આપનારા માનવામાં આવે છે. શિવ ભક્તના વિશેષ અવસરો શિવરાત્રિ, સોમવાર, શ્રાવણ અને પ્રદોષ અને ચતુર્દશી તિથિ પર આ નામ સ્વરૂપનું સ્મરણ વધારે મંગલકારી હોય છે. જાણો, તેમાંથી જ કેટલાક પ્રસિદ્ધ નામની ભક્તિની મહિમા અને પ્રભાવ.

જોડાયેલી રોચક વાતો..

– શિવને મહાદેવ કહેવામાં આવે છે, અને શિવલિંગ આધ્યાત્મિક ઉર્જાનો ભંડાર હોય છે. આ માટે શિવલિંગ પૂજા દરેક કમી, કમજોરી અને વિઘ્નોનો અંત કરી દે છે. જેથી નવો વિશ્વાસ, સાહાસ અને શક્તિ મળે છે. – શિવ મૃત્યુંજય છે. આ સ્વરૂપની ઉપાસના કાલ, ભય અને રોગથી મુક્ત રાખે છે. – ભગવાન શિવ વૈદ્યનાથના રૂપમાં પૂજનીય છે.

આ માટે આ સ્વરૂપની ભક્તિ નિરોગી બનાવી દે છે. – શિવનું સાકાર સ્વરૂપ શંકર છે, જેનો મતલબ શમન કરનાર થાય છે એટલે કે ભગવાન શંકરનું સ્મરમ દુઃખનો સંતાપ દૂર કરે છે.

– શિવ શમ્ભુ કહેવાય છે. આ સ્વરૂપ દરેક સાંસારિક સુખનું પ્રદાન કરે છે. જેમાં ગૃહસ્થ જીવન તથા સંતાન સુખ ખાસ રીતથી પુત્રની કામના પૂરી થાય છે. – શિવ આશુતોષય એટલે કે ઝડપથી પ્રસન્ન થનાર દેવતા છે. તેમાટે તેનું ધ્યાન કરવાથી ઈચ્છા ઝડપથી પૂર્ણ થાય છે.

– શિવ શર્વ પણ કહેવામાં આવે છે. એટલે કે બધા કષ્ટોને હરનાર. જેમાં ખરાબ કર્મો અને દુષ્ટોનો નાશ મહત્વના છે. આ કારણ છે કે શિવભક્તિ શત્રુ વિઘ્નોના અંત માટે અચૂક માનવામાં આવે છે. – શિવ ત્રિલોકેશના રૂપમાં પણ પૂજનીય છે.

જેની આરાધના જનમ-મરણના બંધનથી મુક્ત કરી દે છે. – શિવ ભક્તવત્સલ છે, આ માટે ભગવાન શિવની પૂજાથી સૌભાગ્યવૃદ્ધિ કરે છે. – ભગવાન શિવ કુબેરના સ્વામી છે. આ માટે શિવ ભક્તિ ધન કુબેર બનાવી દે છે.

તે પોતા પાસે નથી રાખતા કશું પણ તેની ચપટી ભભૂતમાં પણ કુબેરનો ખજાનો છે. – નીલકંઠ નામની મહિમા વચનોમાં કટુતાથી બચાવે તથા ધૈર્ય અને સંયમની શીખ આપે છે. – ગંગાધર સ્વરૂપ મન-મસ્તિષ્કમાં પાવન વિચારોને પ્રવાહિત કરવાની પ્રેરણા આપે છે. —હર હર મહાદેવ—

RELATED ARTICLES

Most Popular

Recent Comments