જયારે પણ ભગવાન શિવમંદિરે જતા હોઈએ ત્યારે ગર્ભગૃહની પરિક્રમા અડધી જ કરવામાં આવે છે.
લોકો શિવ મંદિરમાં ભગવાન ભોળાનાથની પૂજા કરતા હોય છે. તેમના લિંગ સ્વરૂપ ઉપર દૂધ, પંચામૃત, બિલીપત્ર તેમજ ગંગાજળ ચઢાવવામાં આવે છે.
આ સાથે તેમના લિંગ ને જુદી-જુદી રીતે શણગારી આરતી કરવામાં આવે છે. નિયમિત લોકો ભગવાન શિવના દર્શન કરીને મંદિરના ગર્ભગૃહની ચારેય તરફ પ્રદક્ષિણા કરે છે અને તે અડધી જ પ્રદક્ષિણા કરવામાં આવે છે. પણ શા માટે? જાણો સત્ય શું છે.
શિવલિંગના અભિષેક સમયે ચઢાવવામાં આવતા ગંગાજળ, ફૂલ, જળ ,દૂધ તેમજ પંચામૃત જેવી દરિક વસ્તુઓ શિવલિંગ પરથી પસાર થઈને ગર્ભગૃહની પાછળના ભાગમાં જમણી તરફ એક નાની પાતળી પાળી બહાર જતી હોય છે. જે ગૌમુખી તરીકે ઓળખાય છે. જેમાથી નીકળતું દરેક પ્રવાહીને પવિત્ર માનવામાં આવે છે અને મોટાભાગે લોકો તેમાંથી ચરણામૃત તરીકે લેતા હોય છે.
આ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે જયારે પણ ભગવાન શિવમંદિરે જતા હોઈએ અને ગર્ભગૃહની પરિક્રમા કરતા હોઈએ ત્યારે તે અડધી જ કરવામાં આવે છે.
આ સાથે એક કથા જોડાયેલી છે કે એક વાર એક ગંધર્વ રાજ ભગવાન સદાશિવની ભક્તિ કરતો હતો અને પૂજન કર્યા બાદ તે ગર્ભગૃહની પ્રદક્ષિણા કરવા ઉભા થયા અને ત્યારબાદ પ્રદક્ષિણા કરતા-કરતા આ ગૌમુખી ઉપર ભૂલથી પગ મૂકી દીધો. આ સાથે જ ભગવાન ભોલાનાથનો ક્રોધ જાગૃત થઇ ગયો અને ભગવાને આ ગંધર્વ રાજને શ્રાપ આપી તેની તમામ શક્તિઓનો નાશ કરી નાખ્યો.
શિવમંદિરમા ગર્ભગૃહની પ્રદક્ષિણા સમયે આ ગૌમુખી સુધી જ થવી જોઈએ. કોઈએ પણ આ ગૌમુખીને ઓળંગીને પ્રદક્ષિણા ક્યારેય ન કરવી જોઈએ. જો આની પેહલા આવી ભૂલ થઇ ગઈ હોય અથવા તો તમે કોઈને આવું કરતા જોયા હોય તો આ ભૂલ ફરી ન થવા દો.