શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ – ।। स्वस्थस्य स्वास्थ्य रक्षणं ।।
રોગ પ્રતિકારક શક્તિ આયુર્વેદની દ્રષ્ટિએ કેમ વધારવી તેની એક ડોક્યુમેન્ટરી ભાવનગરમાંથી બનાવવામાં આવી…
હાલમાં આપણો દેશ અને સમગ્ર દુનિયા કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આપણે અનેક વખત પોતાના પ્રવચનમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા જણાવ્યું છે સૌને સૂચન કર્યું છે.
ત્યારે આપણી ભારતની આપણી પોતાની ચિકિત્સા પદ્ધતિ યોગ અને આયુર્વેદિક જેમાં અનેક એવા ઘણા બધા પ્રયોગો થયા છે જેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો આપ્યા છે આ ચિકિત્સામાં કોરોના જેવા વાયરસ જ નહીં પરંતુ તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ અપાવે છે.
આયુર્વેદ થી આપણે રોગ પ્રતિકારક શક્તિ કેમ વધારવી તે આપણા જ ભાવનગરના આયુર્વેદ ચિકિત્સક આપણને ખૂબ સારી રીતે આ વીડિયોમાં સમજાવશે.
આપણે સૌ જાણીએ છીએ કે આયુર્વેદ પદ્ધતિથી આપણું શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ આપણે પ્રાપ્ત કરી શકીએ તો આ ડોક્યુમેન્ટરી ફિલ્મ આવતી કાલે એટલે તા, ૦૭-૦૭-૨૦ ના સાંજે ૦૭:૩૦ કલાકે આપણું ભાવનગર ફેસબુક પેજ પર લાઈવ કરવામાં આવશે. અને લાઈવ કર્યા બાદ આ વીડીઓ આપણું ભાવનગર @apnubhavnagar ના પેજ તેમજ યૂટ્યૂબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર મુકવામાં આવશે.
જેમાં ભાવનગરના નામાંકિત આયુર્વેદ ડોક્ટરો આપણને રોગ પ્રતિકારક શક્તિ કેમ વધારવી તે જણાવશે.
તેમ જ આ ડોક્યુમેન્ટ્રીમાં માન. ભારતીબેન શિયાળ સાંસદ – ભાવનગર એ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે,
તેમજ આપણું ભાવનગર ફેસબુક પેજ ના ફાઉન્ડર – કલ્પેશસિંહ ઝાલા જેઓએ આ ડોક્યુમેન્ટરી ફિલ્મનો કોન્સેપ્ટ તૈયાર કર્યો અને વિડિયોગ્રાફી કરી અને વૈદ્ય તુષાર ત્રિવેદી કે જેઓ એ સંવાદો લખ્યા છે અને ડોક્ટરો સાથે સંકલન કર્યુ . તેમજ આ વિડિયો એડીટીંગ શ્રી સંકલ્પ ભાઈ વિશ્વકર્મા – બ્લૂ આય ફોટોગ્રાફી સુરત દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે…