Wednesday, March 22, 2023
Home News કેન્દ્ર સરકારના નવા શ્રમ બિલને સંસદમાં મંજૂરી

કેન્દ્ર સરકારના નવા શ્રમ બિલને સંસદમાં મંજૂરી

પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીયાતવર્ગ ફક્ત ગ્રેચ્યુટીની રાહ જોતાં સતત પાંચ વર્ષ સુધી એક જ કંપનીમાં રહી જાય છે.

કે પછી જો કોઈ કારણને કારણે જોબ છોડવી પડી કે પછી છૂટી ગઈ હોય તો તેઓને ગ્રેચ્યુટીનો ફાયદો મળતો નથી. પણ હવે પાંચ વર્ષ રાહ જોવાની જરૂર નથી.


કેમ કે, કેન્દ્ર સરકારના નવા શ્રમ બિલને સંસદમાં મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી બાદ હવે ગ્રેચ્યુટી લેવા માટે 5 વર્ષની લિમિટને ખતમ કરી દીધી છે.


સરળ ભાષામાં સમજીએ તો તમને દર વર્ષે ગ્રેચ્યુટી આપશે. અત્યાર સુધી જે નિયમ હતા તે પ્રમાણે કર્મચારીને કોઈ એક કંપનીમાં સતત પાંચ વર્ષ સુધી કામ કરવું જરૂરી હતું.


નવા પ્રાવધાનમાં જણાવવામાં આવ્યું છે કે, જે લોકોને ફિક્સ્ડ ટર્મ બેઝિસ પર નોકરી મળશે, તેઓને એટલા દિવસનાં આધાર પર ગ્રેચ્યુટી મળવાનો હક પણ હશે.


એનો મતલબ એ કે કોન્ટ્રાક્ટ પર નોકરી કરનાર કર્મચારી પણ ગ્રેચ્યુટીનો ફાયદો લઈ શકશે. પછી કોન્ટ્રાક્ટ ગમે તેટલાં દિવસનો જ કેમ ન હોય.


ગ્રેચ્યુટી કંપનીની તરફથી પોતાના કર્મચારીઓને આપવામાં આવે છે. તે એક રીતે કર્મચારી તરફથી કંપનીને આપવામાં આવેલ સેવા બદલ આપવામાં આવે છે.

તેની મહત્તમ સીમા 20 લાખ રૂપિયાની હોય છે. જો કે, મૃત્યુ અને અસક્ષમ થઈ જવા પર ગ્રેચ્યુટીની રકમ માટે સમયસીમા લાગુ પડતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments