અજીતસિંહ વાજા ભાઈએ કહેલ વાત મુજબ શ્રી નાના સાહેબ પેશ્વા ૧૮૫૭ના વિપ્લના મહાન ક્રાંતિકારી લડાઈ યોદ્ધા અને સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોના મિલનનું એક ઐતિહાસીક સ્થળ છે…..
રામાયણમાં ગૌતમ ઋષિએ પોતાના ધર્મ પત્ની અહલિયા ને શ્રાપ આપીને પોતે ગ્લાનિ અનુભવતા હતા, પ્રાચીન ઐતિહાસિક ગૌતમેશ્વર મહાદેવના પવિત્ર જગ્યામાં આવીને તેઓએ તપ કર્યું,
દેવાધિદેવ મહાદેવના અનન્ય ભક્ત એવા ગૌતમ ઋષિએ સ્થાપિત મહાદેવનું નામ શ્રી ગૌતમેશ્વર મહાદેવ રાખ્યું, મહાદેવ મંદિરે પર્વતમાળાની વચ્ચે આવેલું ગીરીકંદારામાંથી એક તીર્થધામ છે.
આ પર્વતોની વચ્ચે એક ગુફા આવેલી છે, જેમાં બેસીને ગૌતમ ઋષિએ તપ કરેલું, આ જગ્યાને ગૌતમ ગુફા તરીકે ઓળખાય છે. આ જગ્યા છે રામાયણ કાળથી સ્વાતંત્ર સંગ્રામ ના લડવૈયા શ્રી નાના સાહેબ પેશ્વા 1857 નો મહાસંગ્રામ વિપ્લવ નિષ્ફળ જતાં,
ગુપ્ત વેશમાં સિહોર ખાતે આવેલા આ ગૌતમ ગુફામાં – શ્રી દયાનંદ યોગેન્દ્ર નામ ધારણ કરીને ગુપ્ત વેશે સાધુ જીવનમાં અંતિમ દિવસ સુધી જીવન વ્યતિત કર્યું.
સ્વામી વિવેકાનંદએ ૧૮૯૧માં મે મહિનામાં લીમડી થઈને સિહોર પાલિતાણા અને વલભીપુર ની મુલાકાત લીધી, સિહોર ખાતે આવેલા આ ગૌતમ ગુફામાં ગુપ્ત વેશમાં રહેલા સ્વામી દયાનંદ યોગેન્દ્રસિંહ નાના સાહેબ પેશ્વા ને મળેલા, ભારતમાતાને વિદેશી આંક્રાંતાની કેદમાંથી મુક્ત કરાવવા માટેના સ્વપ્નને જોઈ રહેલા આ બંને માનવ વચ્ચે થયેલી વાતો પણ એટલી જ ગુપ્ત રહેલી,
પ્રાચીન સિહોર સારસ્વત પૂરના એક-એક પર્વત પર ગિરીકંદરામાં આવા અનેક ઐતિહાસિક ઉજાગર કરવાના રહી ગયા હોય તેવું લાગે છે.
પાવન પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સિહોર ખાતે આવેલા અનેક પ્રાચીન શિવ મંદિરો છે, તે પૈકી નવનાથના પ્રાચીન મંદિરોની શ્રાવણ માસના યાત્રાનું ખૂબ જ મહત્વ રહેલું છે.