Wednesday, September 27, 2023
Home Ajab Gajab વાંચો ! આ જૂની વાર્તા..જે આજે સાચી જ લાગે છે, તમને આ...

વાંચો ! આ જૂની વાર્તા..જે આજે સાચી જ લાગે છે, તમને આ વાર્તામાંથી આ સમયમાં બધું ઘણું શીખવાનું મળશે.

જંગલમાં એક સિંહે ફેકટરી ચાલુ કરી. એમા વર્કર માટે પાંચ કીડી હતી જે સમયસર આવી ને પોતાનુ બધુ કામ ઈમાનદારીથી કરતી. સિંહનો બિઝનેસ બરાબર ચાલતો હતો, એમા સિંહને મનમાં થયુ કે પાંચ કીડી જો આટલુ સરસ કામ કરે છે તો એને કોઈ એક્ષપર્ટની દેખરેખમાં રાખુ તો વધારે સારૂ કામ કરશે..

એણે એક ભમરાને પ્રોડકશન મેનેજર તરીકે રાખ્યો ભમરાને કામનો અનુભવ હતો અને રીપોર્ટ લખવામાં પણ એક્ષપર્ટ હતો, ભમરાએ સિંહને કહ્યુ કે સૌથી પહેલા આપણે કીડીઓનુ વર્ક શેડ્યુલ બનાવવુ પડશે પછી એનો રેકોર્ડ પ્રોપરલી રાખવા માટે મારે એક સેક્રેટરીની જરૂર પડશે..

સિંહે મધમાખીને સેક્રેટરી તરીકે રાખી લીધી, સિંહને મધમાખીનુ કામ ગમ્યુ અને કહ્યુ કે કીડીઓનુ અત્યાર સુધીના કમ્પલીટ કાર્યનો રીપોર્ટ અને પોગ્રેસ ગ્રાફ રજુ કરો, મધમાખીએ કહ્યુ ઠીક છે એના માટે મારે એક કોમ્પયુટર, લેઝર પ્રિન્ટર અને પ્રોજેકટર જોઈ છે..

સિંહે એક કોમ્પયુટર ડીપાર્ટમેન્ટ જ બનાવી આપ્યો અને એના હેડ તરીકે બિલાડીની નિમણુક કરી દીધી, હવે કીડીઓ કામને બદલે રીપોર્ટ પર વધારે ધ્યાન આપવા લાગી એના લીધે એનુ કામ અને પ્રોડકશન ઓછુ થવા લાગ્યુ..

સિંહને લાગ્યુ કે હજી એક ટેકનિકલ એક્ષપર્ટ રાખવો પડશે જે બધા ઉપર દેખરેખ ને સલાહ આપી શકે, એટલે વાંદરાને એક્ષપર્ટ તરીકે રાખી લીધો, હવે ફેકટરીમાં જે કામ સોંપવામાં આવતુ તેમાં કીડીઓનો ડર અને રીપોર્ટને લીધે પૂરું ના કરી શકતી હતી તેથી ફેકટરી નુકશાનમાં ચાલવા લાગી,

સિંહે એક નફા નુકસાનના માસ્ટર ડીગ્રીવાળા શિયાળને નુકસાનના કારણ માટે બોલાવ્યો, ત્રણ મહીના પછી શિયાળે રીપોર્ટ સિંહને આપ્યો કે ફેકટરીમા વર્કરની સંખ્યા વધારે છે માટે એને છુટા કરવામાં આવે, હવે કોને કાઢવા છેલ્લે બધાએ નકકી કર્યુ કે કીડીઓને રજા આપવામાં આવે,

મોટા ભાગના સેકટરમાં આવુ જ હાલે છે જે મહેનત ને ઈમાનદારીથી ઓછા પગારમાં કામ કરે છે એનુ શોષણ કે હેરાનગતિ થાય છે અને જે પાડા બેઠા બેઠા મોટા પગાર ખાય છે તે જલસા કરે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments