ભાવનગરની સર.ટી.હોસ્પિટલ કે જે મહારાજા સાહેબ સર તખ્તસિંહજીએ ભાવનગરની પ્રજાના હિત માટે બનાવેલી છે.
અને બીજી બાજુ ભાવનગરનો પેલેસ એટલે નિલમબાગ પેલેસ, પણ આ પેલેસમાં ભાવનગરના મહારાજાએ વધુ પૈસા વાપરવાને બદલે પ્રજાના કલ્યાણ માટે રાજ્યનું તમામ બજેટ સર તખ્તસિંહજી હોસ્પિટલ બનાવવા વાપર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે, કે વિશ્વમાં કૉરોના જેવી મહામારી ચાલી રહી છે, અને પુરા ભારત દેશમા તેમજ ગુજરાત અને ભાવનગરમાં પણ કૉરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય, ત્યારે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ ગોહીલએ પણ આ બાબતની ચિંતા વક્ત કરી છે.
તેમજ ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહ ગોહીલએ આ એક વિડીઓ મુક્યો હતો, અને ભાવનગરના લોકોની ચિંતા પણ વ્યક્ત કરી હતી, ત્યાર બાદ હાલમાં જ તેમને એક પોસ્ટ મૂકી છે, જેમાં તેમને કહ્યું છે કે…
જ્યારે વિશ્વભરની હેરિટેજ સંપત્તિઓ આજે પેલેસ ડે તરીકે ઉજવણી કરે છે. ત્યારે આ રોગચાળા દરમિયાન યાદ રાખવું અગત્યનું છે કે, નિલમબાગ પેલેસ ભાવનગર માં એક બહુ મોટા મહેલ તરીકે બનાવવામાં આવ્યો ન હતો, કારણ કે રાજ્યનું તમામ બજેટ સર તખ્તસિંહજી હોસ્પિટલ બનાવવા માટે વાપર્યું હતું.
અન્ય રાજ્યોની સરખામણીમાં જ્યાં મહેલો ખૂબ ભવ્યછે, ત્યારે ભાવનગર રાજવી પરિવાર ઉચ્ચ ગુણવત્તાની લોકોની આરોગ્ય સંભાળ, અને લોકોને ખૂબ ઊંચા પ્રકારનું શિક્ષણ આપવામાં વિશ્વાસ રાખતો હતો. ભાવનગર રાજ્યની નીતિ અને પ્રાથમિકતા હંમેશા સુધારાવાદી અને આધુનિક અભિગમ ધરાવતી હતી.
આ રોગચાળા દરમિયાન, લોકોનું અંદરોઅંદર સામાજિક અંતર જાળવવું ખૂબ મહત્વનું હોવા છતાં, જો મને કંઈક યાદ આવે છે, તો તે વ્યક્તિગત રીતે આપણા મહાન ભાવનગરના દરેક નાગરિકોને મળવા નું.
હું ફરી એકવાર અમારા ડોકટરો, નર્સો, પોલીસ, મેડિકલ અને ઇમર્જન્સી સ્ટાફ, તમામ આરોગ્યસંભાળ અને સફાઇ કર્મચારીઓ તેમ જ આ સમયે ભાવનગર અને ભાવનગરના લોકોને મદદ કરવા માટે ફાળો આપનાર દરેક વ્યક્તિને સલામ કરું છું.