Friday, June 9, 2023
Home Bhavnagar વહીવટી સૂઝ, માણસની પરખ, સત્યને વળગી રહેતાં એવા હતા, સર પ્રભાશંકર પટ્ટણી

વહીવટી સૂઝ, માણસની પરખ, સત્યને વળગી રહેતાં એવા હતા, સર પ્રભાશંકર પટ્ટણી

મોરબી રાજ્યમાં શિક્ષણ-અધિકારી તરીકે ૧૮૯૪માં જોડાઈને પ્રભાશંકર કામ કરતા હતા. ભાવનગરના મહારાજા તખ્તસિંહજીનું અચાનક ૧૮૯૬માં ભરયુવાન વયે અવસાન થયું. નવા મહારાજા ભાવસિંહજીએ પોતાના મિત્ર, હિતૈષી અને સલાહકાર પ્રભાશંકરને બોલાવી લીધા.

 

 

મહારાજાએ ૧૯૦૨માં તેમને દીવાન તરીકે નિયુક્ત કર્યા. ભાવનગર રાજ્યના વહીવટમાં આ પડકારરૂપ મોટો ફેરફાર હતો.

 

 

વહીવટી સૂઝ, માણસની પરખ, સત્યને વળગી રહી સામાના ગળે વાત ઉતારવાની ફાવટ અને કણી, નિર્મલકુમારસિંહજી, મહારાજા, ઘર્મકુમારસિંહજી પ્રજાહિતને વરેલા રાજ્ય તરફની વફાદારીએ પ્રભાશંકરને અનેક રીતે સફળતા અપાવી.

 

 

દુષ્કાળ પીડિત રાજ્ય માટે રાહતની ચીવટભરી વ્યવસ્થા, ફેમિનકોડની આગવી કાર્યપદ્ધતિ, કાઠિયાવાડમાં સૌપ્રથમ બેંકનો આરંભ, બંદર, રેલવે તથા રસ્તાનો વિકાસ વગેરે પગલાંઓએ ભાવનગર રાજ્યને મુશ્કેલીમાંથી ઉગારી લીધું. ખેડૂતોને દેવામુક્ત કરવાના સૂઝભર્યા પ્રયાસોનો અન્ય રાજ્યોમાં પણ દાખલો લેવાયો.

 

 

રાજકુમાર કૉલેજના પ્રિન્સિપાલ ચેસ્ટર મેકનાટન તેમને ઓળખતા હતા. ભાવનગરના યુવરાજ ભાવસિંહજી રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કરતા હતા. મેકનાટનની ભલામણથી ભાવસિંહજીના ‘ટ્યૂટર કમ્પેનિયન’ તરીકે પ્રભાશંકરની નિયુક્તિ થઈ. યુવરાજનો પ્રેમ અને વિશ્વાસ તેઓ મેળવી રાક્યા. ભાવસિંહજીને કોલ્હાપુરના રાજ્યકુટુંબ સાથે રહી ધારવાડમાં અભ્યાસ કરવાનું થયું. ત્યારે પણ પ્રભાશંકરને સાથે લઈ જવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments