Thursday, November 30, 2023
Home Ajab Gajab જાણો કઈ દિશામાં સુવાથી થાય છે ફાયદા

જાણો કઈ દિશામાં સુવાથી થાય છે ફાયદા

જાણો કઈ દિશામાં સુવાથી થાય છે ફાયદા.

દરેક વ્યક્તિ શાંતિની ઊંઘ ઈચ્છે છે, ઘણી વખત કોઈ તકલીફ ના હોવા છતાં પણ કેટલાક લોકો સારી ઊંઘ લઇ શકતા નથી. નવું ઘર લેતા પહેલા પણ લોકો દિશા જોવાનો આગ્રહ રાખતા હોય છે અને આમ કરવું જરૂરી પણ છે. આપણા દેશમાં વસ્તુસાશ્ત્રનું ખુબ મહત્વ છે.

જેથી લોકો જમીન, મકાન લેતા પહેલા દિશા પસંદ કરતા હોય છે. એવી જ રીતે તમે કઈ દિશામાં માથું રાખીને સુવો છે તે પણ જરૂરી છે. ઘણી વખત ખોટી દિશામાં માથું રાખીને સુવાથી તમે તમારા જીવનમાં વણજોઇતી ઉપાધીને નોતરો છો.

આ વાત કોઈ સામાન્ય નથી વસ્તુસાશ્ત્ર મુજબ તમે કઈ દિશામાં માથું રાખીને સુવો છો તેનું ખાસ મહત્વ રહેલું છે. જો તમે ગંભીર નુકશાનમાંથી બચવા માંગો છો તો ખાસ આ આર્ટીકલ વાંચી લેજો. ઉંધી દિશામાં સુવાથી વિપરીત પરિબળો કામ કરતા હોય છે જે તમને ફક્ત ઊંઘ જ નહિ પરંતુ અન્ય મુશ્કેલીમાં પણ મૂકી શકે છે.

ખોટી દિશામાં સુવાથી બેચેનીનો અનુભવ થાય છે અને માણસ ચેનથી ઊંઘી શકતો નથી. આખા દિવસનો થાક માણસ શાંતિથી ઊંઘ લઈને ઉતારવા માંગતો હોય છે પણ જે લોકોને દિશાનું જ્ઞાન નથી તેવા લોકો શાંતિથી ઊંઘી શકતા નથી.

સાચી દિશામાં ના સુવાથી ખરાબ સ્વપ્ન પણ આવે છે. જેનો અનુભવ ઘણા લોકોએ કર્યો પણ હશે. કેટલાક લોકો આખી રાત જાગે છે અને ખોટા વિચારો તેમને કોરી ખાય છે. આમ થવાનું કારણ માત્ર ખોટી દિશામાં માથું રાખીને સુવું.

પુરતી ઊંઘ ના મળવાથી તમારા શરીરમાં બીમારીઓનો પ્રવેશ થાય છે. આવું ના બને માટે જાણવું જરૂરી છે કે કઈ દિશામાં માથું રાખીને સુવું જોઈએ. જો તમે શારીરિક અને માનસિક શાંતિ ઈચ્છો છો તો પૂર્વ દિશામાં માથું રાખીને સુવું જોઈએ. આપણા સાશ્ત્રમાં પણ પૂર્વ દિશાને સૌથી ઉત્તમ માનવામાં આવી છે. દેવસ્થાન પણ હંમેશા પૂર્વ દિશામાં હોય છે.

પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી તમને ઊંઘ તો સારી આવે જ છે, સાથે જ ખરાબ સ્વપ્ન પણ આવતા નથી. એટલું જ નહિ તમને આરોગ્યલક્ષી ફાયદા પણ ઘણા થાય છે. કહેવાય છે કે પૂર્વ દિશામાં ભગવાન કુબેરનો વાસ રહેલો હોય છે. જેથી આ દિશામાં માથું રાખીને સુવાથી ધનને લગતા લાભ પણ થઇ શકે છે.

પૂર્વ દિશા પવિત્ર ગણાય છે. જો તમે તમારી કારકિર્દીમાં આગળ વધવા માંગો છો તો પૂર્વ દિશામાં માથું રાખીને સુવાનું શરુ કરી દેજો. જે લોકો નોકરી નહિ પણ કોઈ ધંધા સાથે જોડાયેલા હોય તો તે લોકોને પણ પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી ફાયદો થાય છે.

તેવા લોકોના અટકેલા કર્યો પૂર્ણ થઇ જાય છે. અભ્યાસમાં ધારેલી સફળતા નથી મળતી તો એવા વિદ્યાર્થીઓ માટે પણ પૂર્વ દિશામાં માથું રાખીને સુવું હિતાવહ છે.

જે લોકો ખોટી દિશામાં સુવે છે તેઓ માનસિક તાણ અનુભવે છે. જો તમે પશ્ચિમ દિશામાં માથું રાખીને સુવો છો તો ચેતી જજો. આ દિશામાં માથું રાખીને સુવાથી ખોટા વિચારો આવે છે જે તમારી માનસિક સ્તિથિ અસંતુલિત કરે છે. ખરાબ સપના પણ આવે છે. પશ્ચિમ દિશામાં માથું રાખીને સુવાથી ઊંઘ પૂરી થતી નથી,

જેના કારણે વ્યક્તિના શરીરમાં અલગ અલગ સહન ના થાય તેવા દુખાવા થવા લાગે છે. સાશ્ત્ર અનુસાર જે વ્યક્તિ પશ્ચિમ દિશામાં માથું રાખીને સુવે છે તેના પગ સવારે સૂર્યોદય સમયે પૂર્વ દિશામાં રહે છે. આ એક પ્રકારે સૂર્યદેવનું અપમાન છે. જે વ્યક્તિના પગ સુતી વખતે પૂર્વ દિશામાં હોય છે તે વ્યક્તિનું ભાગ્ય તેનાથી રૂઠી જાય છે.

મિત્રો ઉત્તર દિશાની જો વાત કરીએ તો આ દિશામાં માથું રાખીને ક્યારેય પણ ન સુવું જોઈએ. ઉત્તર દિશામાં માથું રાખીને સુવું સૌથી વધુ હાનિકારક માનવામાં આવે છે. જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેનું માથું ઉત્તર દિશામાં રાખીને મુખાગ્ની આપવામાં આવે છે.

ઉત્તર દિશામાં પૃથ્વીનું ચુંબકીય તત્વ સતત કાર્યરત હોય છે. આ શક્તિશાળી ચુંબકીય તત્વ ઉત્તર દિશા તરફ જોર કરે છે, જેના કારણે જે વ્યક્તિ ઉત્તર દિશામાં માથું કરીને સુવે છે તેને આડઅસર ઉભી કરે છે. આવા લોકો કોઈ એક નહિ પરંતુ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરતા હોય છે.

સારા દાંપત્ય જીવન માટે દક્ષિણ દિશાને સારી ગણવામાં આવે છે. દક્ષિણ દિશામાં માથું રાખીને સુવાથી ઊંઘ સારી મળે છે અને ઊંઘ પૂરી પણ થાય છે. દક્ષિણ દિશામાં માથું રાખીને જે લોકો સુવે છે તેમના અધૂરા કર્યો પુરા થાય છે

અને માનસિક તાણની ફરિયાદ પણ આવા લોકોને હોતી નથી. મિત્રો અમારા આ આર્ટીકલમાં અમે તમને તમારા જીવન સાથે જોડાયેલી મહત્વની બાબત વિષે જણાવ્યું. હવે તમે જાતે નક્કી કરો તમે કઈ દિશામાં માથું રાખીને સુવું વધુ પસંદ કરશો. જો તમે ખોટી દિશામાં માથું રાખીને સુવો છો તો દિશા બદલી નાખજો પછી જોજો કેવો ચમત્કાર થાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments