જાણો ! ઓછી ઊંઘના લક્ષણો, અને વધારે સુવાના નુકશાન ક્યાં ? અનિદ્રા એ ટૂંકાગાળાની કે ગંભીર હોઇ શકે છે.
સામાન્ય રીતે વ્યક્તિને દરરોજ આશરે ૮ કલાકની ઊંઘની જરૂર હોય છે, જો કે આ છે ઊંઘના કલાક વ્યકિત – વ્યક્તિ વચ્ચે વધતા ઓછા થતા રહે છે.
રાત્રીની ઊંઘ પૂરતી અને બરાબર આવી ન હોય તો બીજા દિવસે થાકનો અનુભવ થાય, એકાગ્રતા ખોરવાય અને સામાન્ય રીતે ચીડિયાપણું જોવા મળે છે.
કોઇ એક વખત ઊંઘમાં ખલેલ પડે તેનાથી તમારા આરોગ્યને નુકસાન થતું નથી. પણ વારંવાર આવું થાય કે ઉજાગરા થાય કે ઊંઘ ન આવવી તેવું થાય તો તે શારીરિક તેમજ માનસિક બીમાર કરી શેક છે,
તેમજ ઘણા દિવસોની અપૂરતી ઊંઘને કારણે તેની માનસિક અસર વધતી જોવા મળે છે.
અપૂરતી ઊંઘ નફરત, ભ્રમણા અને પેરાનોઇઆ સહિતના મનોવૈજ્ઞાનિક લક્ષણો ભણી દોરી જાય છે.
નિયમિત રીતે અનિદ્રાને કારણે ડાયાબિટીસ, હૃદય રોગ અને મેદસ્વિતા, ખોટી ચરબી વધવી જેવી ગંભીર સ્વાથ્ય સ્થિતિ પેદા થાય છે. જે તમારું આયુષ્ય પણ ટૂંકાવે છે.
વધારે પડતું ઊંઘવાથી થાય છે આટલા નુક્સાન !, હદયરોગોનો ભય,બેકપેઈન,દિમાગ પર અસર,ડાયાબીટીઝ,માથાનો દુખાવો,ડિપ્રેશન