Saturday, December 9, 2023
Home Health સોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..

સોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..

કડવા લીમડાના પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા ઉપર બાંધવાથી સોજો ઉતરે છે.

લવીંગ વાટી તેનો લેપ સોજા પર ચોપડવાથી સોજો ઉતરે છે. શઈ અને સંચળ વાટી લેપ કરવાથી મૂઢમારતો સોજો ઉતરે છે. હળદર અને કળી ચુનાનો લેપ કરવાથી મૂઢમારનો સોજો ઉતરે છે.

હળદર અને મીઠાનો લેપ કરવાથી વાગેલા કે મચકોડાવાથી આવેલા સોજા મટે.

તલ અને મૂળા ખાવાથી સોજો મટે છે. તાજણીયાના પાનનો લેપ કરવાથી સોજા મટે છે. ધાણાને જવના લોટની સાથે મેળવી તેનો લેપ કરવાથી સોજા મટે છે.

આમલીના પાન અને સિંધવ મીઠું વાટી તેનો ગરમ લેપ સોજા ઉપર કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજા મટે છે.

મૂઢમાર કે મરડાયેલા હાડકા પર આમલીને બાવળના પાનનો લેપ ગરમ કરી ચોપડવાથી સોજા મટે છે. શિંગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજો અને દુઃખાવો મટે છે.

સરસીયા કે તલના તેલમાં થોડો અજમો નાખી ગરમ કરી તે તેલનું સંધીવાના સોજા પર માલીશ કરવાથી આરામ થાય છે.

મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઉતરી જાય છે. તુલસીના પાનને પીરસીને સોજા પર લગાડવાથી સોજો ઉતરી જાય છે.

જાયફળને સરસીયા તેલમાં મેળવીને સાંધાઓના સોજા પર લેપ કરવાથી જકડાયેલા સાંધા છુટા થઈ સોજો મટે છે.

મૂઢમાર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ મુકવાથી તરત જ આરામ થાય છે.

અને લોહચુંબક લાકડી જેવું બ્લોક આકારનું હોવું જોઈએ અને નોર્થપોલ શરીરના બીજા ભાગને અડે નહિ તે કાળજી લેવી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments