ફરી એકવાર મદદ માટે સોનૂ સુદે લંબાવ્યો હાથ
બાળકના હૃદયમાં છે કાણું, ફરી એકવાર મદદ માટે સોનૂ સુદે લંબાવ્યો હાથ
વધુ એકવાર બોલીવુડ એક્ટર સોનૂ સુદે લોકોનું દિલ જીતી લીધું છે, બાળકની મદદ માટે હાથ લંબાવ્યો
લોકડાઉન અને હાલ ચાલી રહેલા કોરોના કાળમાં જરૂરિયાતમંદની મદદ આવનારા સોનૂ સુદ પાસે મદદ માટે હાથ લંબાવતા શંકોચ નથી અનુભવી રહ્યા.
કોઈ વ્યક્તિને તકલીફ હોય તો તેની વિગતો સોનૂ સુદ સુધી પહોંચાડીને તે વ્યક્તિને મદદ મળે તેવા પ્રયાસ કરવામાં આવે છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સોનુ સૂદે એક બાળકની મદદ માટે તૈયારી બતાવી છે.
લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની મદદ હોય કે પછી તેમને ઘરે પહોંચાડવાની વાત હોય સોનૂ મદદ માટે તૈયાર રહ્યો છે. આવામાં ઘણાં લોકોએ પોતાના બાળકોના નામ પણ સોનૂ રાખ્યા છે.
તૂટેલા ઘરને રિપેર કરવાથી લઈને લોકોને પોતાના ઘરે પહોંચાડવા સુધીની મદદ સોનૂ સુદે કરી છે. આ જ રીતે વધુ એક ટ્વિટ સામે આવી છે જેમાં સોનૂએ હૃદયમાં કાણું છે તે બાળકની મદદ કરવાની તૈયારી બતાવી છે.
બાળકના હૃદયમાં છે કાણું
ધીરજ કુમાર નામના એક યુઝરે બાળકની તકલીફ વિશે ટ્વિટ કરીને માહિતી આપી અને જણાવ્યું કે બાળકને શું તકલીફ છે. ધીરજે લખ્યું છે,
સોનૂ સર બાળકના હૃદયમાં કાણુ છે (બિહારથી છે), સર અમે 40 છોકરાઓએ આસપાસમાંથી રુપિયા એકઠા કરીને મદદ માટે 25 હજાર રુપિયા આપ્યા છે. હવે તમે જ અંતિમ આશા છો.
હવે આ બાળકને ઓપરેશન માટે બેંગ્લુરુની હોસ્પિટલમાં દાખલ કરવા માટે મદદની જરુર છે.
સોનૂએ તાત્કાલિક મદદ માટે હાથ લંબાવ્યો
આ ટ્વિટમાં સોનૂ સુદને ટેગ કરવામાં આવ્યા હતા જેનો રિપ્લાય આપીને સોનૂ સુદે મદદ માટેની તૈયારી બતાવી છે. સોનૂએ ટ્વિટરનો રિપ્લાય આપીને લખ્યું કે, “સમજો થઈ ગયું.” આ પહેલા પણ એક ટ્વિટ જોઈને સોનૂએ લોકોની મદદ કરી છે.
समझो हो गया । https://t.co/M79DruToMr
— sonu sood (@SonuSood) October 26, 2020
સોનૂ સુદે ફરી એકવાર લોકોનું દિલ જીત્યું
સોનૂ સુદે મદદ માટે તૈયારી બતાવી છે ત્યારે લોકોએ કહ્યું વધુ એકવાર સોનૂએ લોકોનું દિલ જીતી લીધું છે અને આ વખતે તો ખરેખર બાળકીને મદદની જરુર હતી એવામાં તેઓ ભગવાનનું સ્વરુપ લઈને આવ્યા છે. સોનૂએ બાળકની મદદ કર્યા બાદ આ પ્રકારની અને અન્ય શારીરિક તકલીફથી પીડાઈ રહેલા લોકોએ પણ બોલીવુડ એક્ટર સોનૂ સુદ પાસે મદદ માગી રહ્યા છે.