એક્ટ્રેસે ‘અણછાજતા’ કપડાં પહેર્યા હોવાનું કહી લોકોએ વિરોધ કર્યો, કહ્યું – ‘પછી કોઈ ઘટના બની જાય તો રડતી નહીં’
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જણીતી એક્ટ્રેસ સમયુક્તા હેગડે અવારનવાર પોતાના ફોટોઝ અને વિડીયોને કારણે ચર્ચામાં રહેતી હોય છે.
હવે તે ફરી એકવાર ચર્ચામાં છે પણ આ વખતે કારણ અલગ છે. અસલમાં, સંયુક્તા હેગડે સાથે પાર્કમાં દુર્વ્યહાર થયો છે.
પાર્કમાં એક્સરસાઈઝ કરવા ગઈ હતી એક્ટ્રેસ સંયુક્તા હેગડે શુક્રવારે પોતાના ફ્રેન્ડ્સ સાથે બેંગલુરુના એક પાર્કમાં એક્સરસાઈઝ કરવા માટે ગઈ હતી.
તે વર્કઆઉટ કરી રહી હતી કે એવામાં જ એ વૃદ્ધ મહિલાએ ત્યાં આવીને હોબાળો મચાવી દીધો અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગી.
તે મહિલાએ સંયુક્તા હેગડે દ્વારા સાર્વજનિક સ્થળે સ્પોર્ટ્સ ડ્રેસ પહેરવાનો વિરોધ કર્યો.
ડ્રગ્સ સ્કેન્ડલમાં નામ આપવાની ધમકી આપી.. મહિલાએ સંયુક્તા હેગડેને કહ્યું કે, આ પ્રકારના કપડા પહેર્યા બાદ ઘટના બની જાય તો પછી રડતી નહીં.
બીજી તરફ મહિલા ઉપરાંત કેટલાક અન્ય લોકો પણ એક્ટ્રેસને ધમકી આપવા લાગ્યા કે, તેનું નામ ડ્રગ સ્કેન્ડલમાં આપી દો.
The future of our country reflects on what we do today. We were abused and ridiculed by Kavitha Reddy at Agara Lake@BlrCityPolice @CPBlr
There are witnesses and more video evidence
I request you to look into this#thisisWRONG
Our side of the storyhttps://t.co/xZik1HDYSs pic.twitter.com/MZ8F6CKqjw— Samyuktha Hegde (@SamyukthaHegde) September 4, 2020
પાર્ક બંધ થાય ત્યાં સુધી ઘેરી રાખી સંયુક્તા હેગડેનું કહેવું છે કે, આ લોકોએ તેને ત્યાં સુધી ઘેરીને રાખી જ્યાં સુધી પાર્ક બંધ ન થયો. એક્ટ્રેસનો દાવો છે કે, તે મહિલાએ તેના દોસ્તો સાથે મારપીટ કરી દીધી.
આ બધું તેણે પોતાના કેમેરામાં કેદ કરી લીધું.