SSC બોર્ડમાં 99.88% મેળવી દીકરીએ પરિવારનું તેમજ સ્વર્ગસ્થ પિતાનું અને શાળાનું નામ રોશન કર્યું !
ભાવનગરની દીકરીએ સ્વર્ગસ્થ પિતાને ખરા અર્થમાં આપી અંજલી..
ત્વરા ભટ્ટ મૂળ ભાવનગરની અને હાલ અમદાવાદ અભ્યાસ કરે છે, વિષમ સ્થિતિમાં પણ હિંમત ન હારી
કહેવાય છે જે કે સફળતા માત્ર મહેનત કરનારને જ મળે છે. પણ મહેનત પણ આયોજન પૂર્વક હોવી જોઈએ તેમ ત્વરા વિવેકભાઈ ભટ્ટએ સાબિત કરી બતાવ્યું છે. કે અથાગ મહેનતના પરિણામે અમદાવાદની સી. એન. વિદ્યાલયની વિદ્યાર્થીની ત્વરા ભટ્ટ આખું વર્ષ ભારે મહેનત કરી બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની SSC બોર્ડની પરીક્ષામાં 99.88% મેળવી દીકરીએ માતા તેમજ સ્વર્ગસ્થ પિતાનું અને શાળાનું નામ રોશન કર્યું !!
એક વર્ષ પહેલાં ત્વરાના પપ્પા ડો. પ્રો. વિવેકભાઈનું અવસાન થયું. આ આઘાત બહુ મોટો હતો, પરંતુ પિતાની લાડકી દીકરી ત્વરા હિંમત હારી નહીં. અને સ્વર્ગવાસી પિતાની ઈચ્છા હતી કે ત્વરા સારા માર્ક સાથે પાસ થાય તે ઈચ્છા પૂરી કરવામાં દિકરીએ સફળતા મેળવી. અભ્યાસમાં માતા પ્રો. પ્રીતિબેન અને તેના પરિવારે ત્વરાનો હોસલો વધાર્યો હતો. જોકે 99.88 પર્સન્ટાઈલ આવવા છતાં એક પેપરમાં તેને ઓછા માર્ક આવતા તે ફરિયાદ સાથે પેપર ખોલાવી પૂનઃ મૂલ્યાંકન કરવવા પણ ઈચ્છે છે.
ત્વરાને પહેલેથી જ વાંચનો જબરો શોખ છે. તેના માતા ડો પ્રો. પ્રીતિબેન મૈયાણી ભટ્ટ ગુજરાત યુનિવર્સિટીમાં HRDC વિભાગમાં ફરજ બજાવે છે. અને તેમના નાનાજી ડો.પ્રો. જે.પી મૈયાણી જે ભાવનગર યુનિ.માં શિક્ષણ ભાવનના હેડ તેમજ ઈ.ચા કુલપતિ પણ હતા, અને હાલ જ તેઓ નરસિંહ મહેતા જૂનાગઢ યુનિ.ના કુલપતિ પદેથી સેવાનિવૃત થયા છે. ત્વરા સાથે વતા કરતા તેઓ મેડિકલ અથવા સિવિલ સર્વિસમાં આગળ વધવા માગે છે. આ સફરમાં તે દક્ષિણામૂર્તિ બાલમંદિર, લોકભારતી પ્રાથમિક શાળા, તેમજ શેઠ સી. એન. વિદ્યાલયના સૌ ગુરૂજનો આભાર માને છે.