લોકડાઉનને લઈને લોકોને ખાવાના વાંધા છે, ત્યારે ભાવનગરના એક રીક્ષા ચાલકે પોતાની રીક્ષામાં આવતા ૧૭૫ બાળકોની ફી માફ કરી..

Share

મકાન દુકાન ભાડે આપી મોટા ભાડા વસુલ કરનાર બેંકો લોનમાં રાહત આપી પાછળથી મોટા વ્યાજ વસુલે છે, તેના ગાલ પર તમાચો આપતો અને મોટી શાળાની ફી માફી તો કરી ન શકનારા સામે કે વાહનોની ફી લેવાની વૃત્તીવાળા લોકો માટે પણ પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, સમગ્ર દેશમાં જ્યારે કોરોના વાયરસનો કેર છે, ત્યારે લોકોની પરિસ્થિતિ કફોડી બની છે, ત્યારે લોકોને ખાવાના વાંધા પડી ગયા છે, ત્યારે લોકોની વહારે અન્ય સામાજિક સંસ્થાઓ આવી છે..

બધા પોતાની રીતે લોકોની મદદ કરી રહ્યા છે, ત્યારે સ્કુલે મુખ્યમંત્રીના કહેવાથી વાલીઓને ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધીમાં રાહત આપી છે, ત્યારે ભાવનગરમાં રિક્ષા ચાલકની અનોખી મિશાલ સામે આવી છે. જ્યારે લોકડાઉનને લઈને લોકોને ખાવાના વાંધા છે ત્યારે એ રીક્ષા ચાલકે પોતાની રીક્ષામાં આવતા ૧૭૫ બાળકોની ફી તદન માફ કરી છે, હા ભાવનગરના જ અમીપરા વિસ્તારમાં રહેતા ઈમરાનભાઈ બેલીમ પોતાનું ભરણ પોષણ રીક્ષા ચલાવીને કરે છે..

તેમને કહ્યુ હતું કે સ્કૂલ, ટયુશન, રીક્ષા ભરે છે, જેમાં ૧૭૫ બાળકો આવે છે, અને તેમની આવક ૩૫ હજાર થાય છે, ઈમરાનભાઈ લોકડાઉનને લઈ પોતાની આવકમાંથી ૩૫ હજાર જતા કર્યા છે. આવા વ્યક્તિએ દુકાન ભાડે આપી મોટા ભાડા વસુલ કરનાર અને બેંકો લોનોમાં રાહત આપી પાછળથી મોટા વ્યાજ વસુલ કરે છે, તેના ગાલ પર તમાચા સમાન છે. આ રિક્ષા ચાલકે અનોખી મિશાલ કાયમ કરી છે.

જે તે શાળા શિક્ષણ ફી જતી કરી નથી, અને વાહન ફી પણ જતી કરવા માંગતા નથી, વાલીઓની આર્થિક કમર તુટી ગઈ છે, ત્યારે દરેક શાળાએ પોતાની સ્કુલબસ અને વાહન ભાડુ જતુ કરી હાલની કોરોના મહામારીમાં પોતાની કોરોના વોરીયર્સની ભૂમિકા બજાવવી જોઈએ.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *