સુંદરકાંડ સાંભળવા આવ્યા કપીરાજ
હનુમાનજી મંદિરમાં સુંદરકાંડનો પાઠ ચાલી રહ્યો હતો લોકો સુંદરકાંડ વાંચી રહ્યા હતા.અને સાથે લાઉડ સ્પીકરનો પણ થોડો અવાજ આવી રહ્યો હતો..
ત્યારે બહારથી કપિરાજ મંદિરની અંદર ધીરે ધીરે પ્રવેશ્યા..અને સુંદરકાંડ સાંભળવા બેસી ગયા હતા..
આ વીડિયો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો છે.
અહીં UPના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કોરોના સંક્રમિત થતાં ભાજપના કાર્યકર્તાઓએ સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું હતું.
આ દરમિયાન લાઉડ સ્પીકરમાં સુંદરકાંડના પાઠને સાંભળી કપિરાજ આવી પહોંચ્યા હતાં.
કપિરાજ સીધા જ હનુમાનજીની મૂર્તિ પાસે પહોંચી ગયાં.
અને ત્યાં હનુમાનજીના મંદિરની અંદર પ્રવેશ કરી હનુમાનજી ના ચરણ માં રહેલી પ્રસાદી મોઢામાં નાખી ત્યારબાદ ત્યાં જ બેસી રહ્યા હતા..
તમામ નિરિક્ષણ કરી ત્યાં જ પાઠમાં મગ્ન થઈને બેસી ગયાં હતાં.
મહત્ત્વનું છે કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.