MX PLAYERએ રોકી સની લિયોનીની આ વેબ સીરીઝ
OTT(ઓવર ધ ટૉપ પ્લેટફૉર્મ) એમએકસ પ્લેયરનો કથિત રીતે સેમી પૉર્ન વેબ સીરીઝો મારફતે પોતાના ગ્રાહકો વધારવાના પ્રયાસોનો ભાંડોફોડ થયા બાદથી આ ઓટીટી હવે ખુબ જ સંભાળીને પગલા ભરી રહ્યું છે.
આ કારણે એમએક્સ પ્લેયરે પ્રબંઘને આંતરરાષ્ટ્રીય પૉર્ન સ્ટાર સની લિયોનીની નવી વેબ સીરીઝનું રિલીઝ અંતિમ સમયે ટાળી દીધું છે. આ મામલે સંપર્ક કરતા એ જાણવા મળ્યું છે કે ઓટીટીએ આ સીરીઝની કોઈ નવી રિલીઝ ડેટ અત્યાર સુધીમાં નક્કી નથી થઈ.
હિન્દી મનોરંજન સામગ્રીમાં સૌથી અંતમાં આવીને સૌથી ઝડપમાં આગળ વધી રહેલા ઓટીટી એમએક્સ પ્લેયરના ગ્રાહકોમાં લૉકડાઉન દરમિયાન ખાસી તેજી થી વધારો થયો છે.
આ વિષયમાં જાણકારી એકઠી કરતા એ ખબર પડી કે આ ઓટીટી એક તો મફતમાં લોકોને જોવા મળી રહ્યું છે અને બીજું તેનું કન્ટેન્ટ નાના શહેરો અને કસ્બામાં ખુબ જોવામાં આવી રહ્યું છે.
સસ્તા ડાટાએ પણ ઓટીટી એમએક્સ પ્લેયરને તેના દર્શકોની સંખ્યામાં વધારો કરવામાં ખુબ ફાયદો પહોંચાડ્યો છે.
ઉત્તર પ્રદેશના તમામ મોટા પોલીસ ઓફિસરો માને છે કે મોબાઈલ પર અપરાધિક કાર્યોક્રમોની ભરમારે કિશોરો અને યુવાઓને વિચારથી નિર્ણય લેવાની શક્તી છીનવી લીધી છે. દિવસ રાત તે મોબાઈલ પર આવા કાર્યક્રમો જુએ છે અને ધીરે ધીરે જાતે વિચારવાનું બંધ કરી દે છે. એક અગ્રીમ સમાચાર પત્ર સાથે વાત કરતા અધિકારીઓએ આ વાત જણાવી હતી.