સુરતના પારલેપોઇન્ટ વિસ્તારમાં બાઇક પર જતી વખતે આગળ બેસેલા શિવમ નામના બાળકના ગળામાં દોરી આવી જતાં તેલોહીલુહાણ થઈ ગયો હતો..
શિવમના પિતા ગભરાઈ ગયા હતા. ઉત્તરાયણ હોવાના લીધે રસ્તો સુમસામ હતો. શું કરવું તેની કોઈ સૂઝબૂઝ જ ન રહી. તે જ સમયેત્યાંથી પસાર થઈ રહેલા પોલીસ જવાન કિરીટભાઈએ હિરાલાલ પટણી એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો..
પોતાની બાઇક તેમણે અન્ય વાહનચાલકને ચલાવવા માટે સોંપી..અને શિવમને ખોળામાં ઊંચકીને તેઓ તાત્કાલિક સિવિલ સારવાર માટેલઈ આવ્યા..
શિવમના ગળે 22 ટાંકા આવ્યા છે. હાલ તે સારવાર હેઠળ છે..પણ જો કિરીટભાઈ સૂઝબૂઝ ન બતાવી હોત તો પરિસ્થિતિ આના કરતાંપણ વધારે ખરાબ થઈ શકતે..
શિવમને દવાખાને લાવવા દરમ્યાન તેમની ખાખી વર્દી પણ લોહીથી લથપથ થઈ ગઈ. પણ એક પોલીસ જવાનની ફરજની સાથે તેઓનેમાનવતાની ફરજ સૌથી ઉપર લાગી..!!
તહેવારની રજાના દિવસે પણ પોલીસ જવાનો માત્ર તમારી સુરક્ષા માટે જ નહીં, પણ માનવતાની રીતે પણ તમને મદદ કરવા તૈયાર જ હોય છે, એકિરીતે આ ભાઈએ સાબિત કરી બતાવ્યું..!! ❤️
સલામ છે આ જવાનને 👏👏