ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર (GUJCOST) દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે..
જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે.
કુદરત સાથે વિજ્ઞાનનો સમન્વય લોકોના વિચારો સુધી સરળતાથી પહોચાડવા અને લોકજાગૃતિના હેતુસર કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વિવિધ સ્તરે સતત કાર્યરત રહ્યું છે, તથા કુદરતમાં બનતી અદભૂત ઘટનાઓના લોકોને સાક્ષી બનાવવાં સુસજ્જ રહ્યું છે.
જે પૈકીની ખગોળીય ઘટના સૌથી યાદગાર સૂર્યગ્રહણ જે ભૂતકાળમાં ૨૨ જુલાઈ, ૨૦૦૯ ના રોજ થયેલ ત્યાર બાદ પુરા ૧૦ વર્ષ પછી અદભૂત સંયોગ સાથે આ એન્યુલર સૂર્યગ્રહણના લોકોને સાક્ષી બનાવવાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર સંચાલિત ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા..
તા.૨૬ ડીસેમ્બર, ૨૦૧૯ના દિવસે તખ્તેશ્વર મંદિર ખાતેથી તથા રીજીઓનલ સાયન્સ મ્યુઝીયમ, નારી ખાતે સવારના ૮:૦૪ થી ૧૦:૫૧ સુધી લોકો દ્વારા આ રસપ્રદ ઘટના પીનહોલ કેમેરા , 06 ટેલીસ્કોપ પ્રોજેક્શન તથા ખાસ સૂર્ય ફિલ્ટર ચશ્માં દ્વારા એન્યુલર સૂર્યગ્રહણ નિહાળી શકાશે.
આ સૂર્યગ્રહણની ઘટના સાથે જોડાયેલ ધાર્મિક અને વૈજ્ઞાનિક તથ્યોને સાંકળીને લોક જાગૃતિના હેતુ અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા લાંઈવ કાર્યક્રમ યુ ટ્યુબ ચેનલ Lok Vigyan Kendra- Bhavnagar , ફેસબુક તથા ટ્વીટર Krcsc Bhavnagar પર નિહાળી શકાશે. અંધશ્રદ્ધા તથા ખોટી અફવાઓથી દૂર રહીને આ ખગોળીય ઘટના વૈજ્ઞાનિક સમજુતી સાથે નિહાળી શકાશે.
આ અદભૂત અને સૌથી મોટી ખગોળીય ઘટનાને નિહાળવા તમામ ખગોળપ્રેમી જનતાને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના ચેરમેન ડૉ. ભાવેશ ભરાડ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ માહિતી માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર ફોન : 8866570111 પર સંપર્ક કરી શકાશે.
ખાસ સુચના : કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના ચેરમેન ડૉ. ભાવેશ ભરાડ તથા કો-ઓર્ડીનેટર શ્રી હર્ષદભાઈ જોષી દ્વારા આ ગ્રહણને નરી આંખે ન જોવા અનુરોધ…
Social Media Partner- આપણું ભાવનગર – apnubhavnagar