Monday, October 2, 2023
Home Health આ છે ! સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત, નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી...

આ છે ! સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત, નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને થાય છે, ગજબ ફાયદા..જાણવા માટે કરો ક્લીક..

આ છે ! સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત, નિયમિત સૂર્ય નમસ્કાર

કરવાથી શરીરને થાય છે, ગજબ ફાયદા..

ભારતની સંસ્કૃતિમાં વૈદિકકાળથી સૂર્યની પૂજા વંદના થતી આવે છે પ્રાણીમાત્રના જીવનદાતા તરીકે સૂર્યનું મહત્વ સ્વીકાર્યું છે સૂર્ય વંદનાની એક પદ્ધતિ યોગિક પ્રક્રિયા સાથે સંકળાયેલી છે જેને સૂર્ય નમસ્કાર તરીકે ઓળખવામાં આવે છે સૂર્યોદય સમયે તેના કોમળ કિરણો શરીર ઉપર પડે તેવા સ્થાને સૂર્યના વિવિધ બાર નામથી તેની સ્તુતિ કરતા કરતા આ ક્રિયા કરવામાં આવે છે જેનાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક લાભ મેળવી શકાય છે કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ ક્રિયા કરી શકે છે, સૂર્યનમસ્કારએ યોગાસન અને પ્રાણાયામ મિશ્ર પ્રક્રિયા છે સૂર્ય નમસ્કાર એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે સૂર્ય એ બધી જ શક્તિનો સ્રોત છે સૂર્યએ પૃથ્વીના તમામ જીવનનો જીવનદાતા છે.

સૂર્ય નમસ્કાર એ યોગીક વ્યાયામ તરીકે પણ ઓળખવામાં આવે છે યોગના આસનોમાં શારીરિક સ્થિરતાનો મહત્વ હોય છે જ્યારે સૂર્ય નમસ્કારમાં સ્થિતિ ક્રમશઃ બદલાતી રહેતી હોવા છતાં જે તે સ્થિતિમાં વ્યક્તિ શ્વાસોશ્વાસની ક્રિયામાં નિયમન સાથે શારીરિક સ્થીરતા જાળવી શકે છે શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયંત્રણ પ્રાણાયામના અભ્યાસ જેવું છે તેમજ શરીરની વિશિષ્ટ સ્થિતિ યોગના આસનો પર્યાય બને છે આ અભ્યાસથી શારીરિક સ્થિરતા, મનની સ્થિરતા, શારીરિક તથા માનસિક એકાગ્રતા (અને આ યોગીક આસન – પ્રાણાયામનાઅભ્યાસની ફળશ્રુતિ છે) વિગેરે લાભ થાય છે..

સૂર્ય નમસ્કાર વહેલી સવારે ઉગતા સૂર્ય સાથે કરવા જોઈએ, પણ જો સમયની અનુકૂળતા ન હોય તો સૂર્યાસ્ત સમય પણ સૂર્ય નમસ્કાર કરી શકાય છે સૂર્ય નમસ્કારની વિધિ ત્રણ પદ્ધતિથી કરી શકાય છે, એક ગણતરી સાથે, બીજી મંત્રોચ્ચાર સાથે અને ત્રીજી ઓમકારના ઉચ્ચારો સાથે, તેમજ નાના બાળકો તથા યુવાનો માટે ગણતરીની પદ્ધતિ અનુકૂળ છે યોગ સાધનામાં પ્રગતિ સાધનવા માટે એકાગ્રતા જરૂરી છે જે ઓમ કરતાં ઉચ્ચારથી કેળવી શકાય છે જયારે આધ્યાત્મિક અનુભૂતિ માટે સૂર્યના મંત્ર સાથે સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે.

રીત –

સાતેક ફુટ લાંબી અને ત્રણેક ફૂટ પહોળી સમતળ જમીન પર શેતરંજી પાથરીને સવારના સમયે જ્યારે સૂર્યના કિરણો કોમળ હોય ત્યારે સૂર્ય તરફ ચહેરો રાખીને ખુલ્લી જગ્યામાં સૂર્ય નમસ્કારની વિધિ નીચે દર્શાવેલ ક્રમશઃ કરવી જોઇએ..

આરંભની સ્થિતિ –

મસ્તક, ગળું, છાતી, હાથ, પગ સીધા લાવીને ઊભા રહીને, એકાગ્ર ચિત્તથી સૂર્યનું ધ્યાન રાખીને ધરીને એવી ભાવના કરો કે હું બધાનો મિત્ર છું, દર્ષ્ટિ નાકની અણી ઉપર સ્થિર કરો.

રેચક -શ્વાસ છોડવો, પૂરક -શ્વાસ લેવો, અને કુંભક -એટલે શ્વાસ રોકવો..

૧ – પ્રાર્થનાસન

રેચક કરતા કરતા બંને હાથ છાતી પાસે લાવીને નમસ્કાર કરો તથા શરીરની સ્થિતિ સીધી જ રાખો.

૨ – અર્ધ ચંન્દ્રાસન / પર્વતાસન 

પૂરક કરતાં કરતાં બંને હાથ મસ્તક પર સીધા ઊંચા કરી શરીરને કમરથી ઉપરના ભાગથી પાછળની તરફ ઝુકાવો, આ સ્થિતિમાં હાથ કે પગ હલે નહીં તેની કાળજી રાખવી જોઈએ.

૩ – પાદ હસ્તાસન

રેચક કરતા કરતા પગને ઘૂંટણમાંથી વાળ્યા સિવાય આગળની તરફ ઝૂકો, શક્ય હોય તો બંને હાથની હથેળીઓ જમીન ઉપર મુકો કપાળને ઘૂંટણ પાસે અડાડવાનો પ્રયાસ કરો.

 ૪ – એક પાદ પ્રસરણાસન

પૂરક કરતાં કરતાં ડાબો પગ પાછળ લઈ જાવ, જમણા પગનો ઘૂંટણ છાતી પાસે દબાવો, મસ્તકને ઊંચકવું રાખી, પાછળ તરફ જુઓ.

૫ – શ્વાનાસન

રેચક કરતાં કરતાં બીજા પગ પાછળ લઈ જાવ, સીધા ખેચાયેલા હાથ અને પગના આધારે કમરમાંથી નીચે જુકાય નહીં કે કોણોમાથી હાથ કે ઘુટણમાંથી પગ વાળ્યા વગર શરીરને સીધું રાખો.

૬ – પ્રાણીપાતાસન

 બાહ્ય કુંભક સાથે શરીર નીચે લાવી, છાતી, દાઢી અને ઘૂંટણને જમીનને અડાડો, હાથ તથા પગના પંજાના સહારે શરીરને ટેકવો.

૭ – ભુજંગાસન 

પૂરક સાથે પગ ઘૂંટણ અને હાથની હથેળી એ જ સ્થિતિમાં રાખી પૂરક કરીને કમરના ભાગેથી શરીરનો છાતી તરફનો ભાગ ઊંચો કરો.

૮ – ભુધરાસન

રેચક કરતાં શરીરનો નિતંબ સહિતનો મધ્યભાગ ઉપર તરફ લાવો, મસ્તકને આગળ તરફ નમાવી બંને હાથની વચ્ચે નીચે તરફ રાખો, પગના પંજા જમીન ઉપર સ્પર્શે તે રીતે રાખો, બન્ને પગ ઢીંચણમાંથી વળે નહીં તેનું ધ્યાન રાખવું.

૯ – એક પાદ પ્રસરણાસન

પૂરક કરતા ડાબો પગ પાછળ લઈ જાવ, જમણા પગને ઘૂંટણની છાતી પાસે દબાવો, મસ્તકને ઊંચું રાખીને પાછળ તરફ ઝુકાવો.

૧૦ – પાદ હસ્તાસન

રેચક કરતા કરતા પગને ઘૂંટણમાંથી વાળ્યા સિવાય આગળની તરફ ઝૂકો, શક્ય હોય તો બંને હાથની હથેળીઓ જમીન ઉપર મુકો કપાળને ઘૂંટણ પાસે અડાડવાનો પ્રયાસ કરો.

૧૧ – અર્ધ ચંન્દ્રાસન / પર્વતાસન

પૂર્વક કરતાં કરતાં બંને હાથ મસ્તક પર સીધા ઊંચા કરી શરીરને કમરથી ઉપરના ભાગથી પાછળની તરફ ઝુકાવો, આ સ્થિતિમાં હાથ કે પગ હલે નહીં તેની કાળજી રાખવી જોઈએ.

૧૨ – પ્રાર્થનાસન

રેચક કરતા કરતા બંને હાથ છાતી પાસે લાવીને નમસ્કાર કરો તથા શરીરની સ્થિતિ સીધી જ રાખો.

લાભો –

પ્રાર્થનાસન :- (ગળાના રોગ માટે)

અર્ધ ચંન્દ્રાસન / પર્વતાસન:- (ખભાના સ્નાયુઓ મજબુત બને,તેમેજ છાતી વિકાસ થાય)

પાદ હસ્તાસન :- (પેટના રોગો અને પગના સ્નાયુઓ મજબુત બને)

એક પાદ પ્રસરણાસન :- (લીવર, નાનું આતારડું કાર્યક્ષમતામાં વધારો થાય તેમજ કબજિયાતમાં ફાયદો થાય)

શ્વાનાસન :- (હાથ પગના સ્નાયુઓના ખેચાણ આવે કરોડરજ્જુમાં રાહત થાય)

પ્રાણીપાતાસન :- (હાથના સ્નાયુઓ મજબુત બને)

ભુજંગાસન :– (રુધીરાભીષણ તંત્રની ક્રિયા યોગ્ય થાય, તેમજ સ્ત્રીઓને માસિકની અનીયામતા દુર થાય)

ભુધરાસન :- (હાથ પગના સ્નાયુઓના ખેચાણ આવે કરોડરજ્જુમાં રાહત થાય)

 

સૂર્યનમસ્કારના અભ્યાસથી ક્રમ અનુસાર અલગ અલગ સ્થિતિમાં શ્વાસની ગતિ સાથે શરીરના અવયવો તેમજ શરીરના સમગ્ર ભાગ પર વારાફરતી દબાણ આવતાં જાય છે, તેથી સમગ્ર શરીર તથા શરીર શરીર સ્વસ્થ અવયવોની કાર્યક્ષમતામાં વધારો થાય છે, આરોગ્ય પ્રાપ્ત થાય છે, નિયમિત કસરતથી શારીરિક અને માનસિક આરોગ્ય જળવાય છે અને સૂર્ય નમસ્કારથી શારીરિક તંદુરસ્તી માટે ચાવીરૂપ શરીરના તંત્રો જેવા કે પાચનતંત્ર, હૃદય, ફેફસા, મગજ, કરોડરજ્જુ ને સીધો જ વ્યાયામ મળી રહે છે તેમજ સૂર્ય નમસ્કાર કરવામાં આવે ત્યારે સૂર્યનો પ્રકાશ આપોઆપ શરીર પર પડે છે જેનાથી શરીરને વિટામિન ડી પણ મળી રહે છે જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.

તમે જાણો જ છો, કે વિટામીન ડી ની ઉણપથી કયા કયા રોગ થાય છે.

ડીપ્રેસન, કેન્સર, સીરોસીસ, ત્વચાની તકલીફ, હદય રોગ , બી.પી., અસ્થમા, કમળો, ડાયાબીટીસ, ટી,બી. અગ્નાશયમાં સોજો, કીડની તકલીફ, પ્રોસ્ટેટની તકલીફ , મૂત્રાશયની તકલીફ ,આતરડાની તકલીફ, અશક્તિ, સ્નાયુઓનો દુખાવો વિગેરે બીમારી થઇ શકે છે….. 

સૂર્ય નમસ્કાર મંત્ર સાથે કરવામાં આવતા સૂર્ય નમસ્કારમાં શ્વાસનો ક્રમ અને જે તે સ્થિતિમાં બનતું આસન નીચે મુજબ છે..

ક્રમ

શ્વાસનો ક્રમ

મંત્ર

શરીરની સ્થિતિ

આસનનું નામ

રેચક

ઓમ મિત્રાય નમઃ

નમસ્કાર મુદ્રા

પ્રાર્થનાસન

પુરક

ઓમ રવેય નમઃ

પાછળ જુકવું

અર્ધ ચંન્દ્રાસન / પર્વતાસન 

રેચક

ઓમ સૂર્યાય નમઃ

આગળ જુકવું

પાદ હસ્તાસન

પુરક

ઓમ માનવે નમઃ

એક  પગ આગળ

એક પાદ પ્રસરણાસન

કુંભક

ઓમ ખગાય નમઃ

બન્ને પગ આગળ

શ્વાનાસન

રેચક

ઓમ પુષ્ણે નમઃ

દંડ જેવી સ્થિતિ

પ્રાણીપાતાસન

પુરક

ઓમ હિરણ્યગર્ભાય નમઃ

કમરથી પાછળ

ભુજંગાસન

રેચક

ઓમ મરીચયે નમઃ

કમરથી શરીર ઊંચું

ભુધરાસન

કુંભક

ઓમ આદિત્યાય  નમઃ

એક પગ પાછળ

એક પાદ પ્રસરણાસન

૧૦

રેચક

ઓમ સવીત્રે નમઃ

આગળ જુકવું

પાદ હસ્તાસન

૧૧

પુરક

ઓમ અર્કાય નમઃ

પાછળ જુકવું

અર્ધ ચંન્દ્રાસન / પર્વતાસન 

૧૨

રેચક

ઓમ ભાસ્કરાય નમઃ

નમસ્કાર મુદ્રા

પ્રાર્થનાસન

 

– યોગ આસન – જાનવી મહેતા( World Yoga Champion )
– લેખક – કલ્પેશસિંહ ઝાલા( P.G.D.N.Y.S )
RELATED ARTICLES

Most Popular

Recent Comments