સૂર્ય ઉપાસનાનું મહત્વ અને તેના ફાયદાઓ પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે સૂર્યને દરરોજ જળ અર્પણ કરવાથી pઆરોગ્ય સારું રહે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. મહાભારતની દંતકથા અનુસાર, કર્ણ નિયમિતપણે સૂર્યની પૂજા કરતા અને સૂર્યને જળ ચડાવતા હતા. આમ શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ દરરોજ સૂર્યને જળ અર્પણ કરવું જ જોઈએ.
જ્યોતિ શાસ્ત્રમાં, સૂર્ય આત્માનું પરિબળ હોવાનું કહેવામાં આવે છે. તેથી, આત્મ-શુદ્ધતા અને આત્મ-શક્તિ વધારવા માટે, સૂર્યને નિયમિતપણે જળ અર્પિત કરવું જોઈએ. અને આ સિવાય જો તમને તમારી નોકરીમાં મુશ્કેલી આવી રહી છે, તો નિયમિત રીતે સૂર્યને પાણી આપવાથી અધિકારીઓનો સહયોગ મળવા લાગે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં, સૂર્યદેવને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે. આ કારણોસર, કુંડળીના બધા ગ્રહો સૂર્યની પૂજા દ્વારા દૂર કરી શકાય છે. સૂર્યની ઉજવણી કરવાની સૌથી સરળ અને અસરકારક રીત એ છે કે દરરોજ સવારે સૂર્યને જળ અર્પિત કરવું.
અને એ માટે એવું માનવામાં આવે છે કે, જે લોકો દરરોજ આ નાના કાર્યો કરે છે, તેઓને પરિવાર,અને સમાજમાં સન્માન મળે છે. આજે આ લેખમાં એક એવી વસ્તુ કે જે સૂર્ય દેવને જળ અર્પણ કરતી વખતે એ જળમાં નાખવાથી ઘણો બધો ફાયદો જોવા મળે છે, તેના વિશેની વાત કરી છે.
સૌ પ્રથમ વાત એ છે કે, તમારે ઉઠવામાં મોડું ન કરવું જોઈએ અને સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ. અને ત્યારબાદ યોગ્ય રીતે સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી લેવા જોઈએ. અને ઘણી વખત જો શક્ય હોય તો, નહાવાના પાણીમાં થોડી ગંગાજળ પણ ઉમેરી શકો છો.
આગળની વિધિ જણાવતા પહેલા એક ખાસ વાત તમને એ પણ જણાવી દઈએ કે, સૂર્યોદય પહેલા જ તમારે ઉઠી જવું જોઈએ, અમુક લોકો ૯ કે ૧૦ વાગ્યે ઉઠે અને ત્યારબાદ જળ ચડાવે છે, પરંતુ જો બની શકે તો વહેલા ઉઠીને જ સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ.
આ સિવાય સૂર્યને પાણી આપવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક માનવામાં આવે છે. અને એ માટે સ્નાન થયા બાદ તાંબાના લોટામાં સ્વચ્છ શુદ્ધ અને પવિત્ર જળ ભરીને તેમાં થોડા ફૂલો પણ તમે નાખી શકો છો.
અને હવે એક મહત્વની બાબત એ કે તે જળમાં એક ખાસ વસ્તુ ઉમેરવાથી તમને ઘણો બધો ફાયદો તઃતો જોવા મળે છે. અને તે વસ્તુ છે મિશ્રી એટલે કે સાકર. ઘણી વખત તમે સાકરને બદલે થોડી એક ચપટી જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો.
ત્યાર પછી ઉગતા સૂર્યની સામે આસન લગાવવું હોય તો તે લગાવીને ત્યાં ઉભું રહેવાનું છે અને ત્યારબાદ એક મંત્રોચ્ચાર કરતા કરતા ધીમે ધીમે સૂર્યદેવને જળ અર્પિત કરવાનું છે. અને આ નીચે આપેલ મંત્ર ૩ વખત બોલી શકો છો.
“ઓમ હિમ ક્રીમ સૂર્યાય સ્વસ્થ કિરણાય મનવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા”
સૂર્યને ધીરે ધીરે પાણી અર્પણ કરો. ધ્યાનમાં રાખો કે સૂર્યદેવને અર્પણ કરેલા જળ તમારા પગને સ્પર્શ ન કરે. સવારનો સૂર્ય નરમ હોય છે, તેને જોઈને સીધી આંખોનો પ્રકાશ વધે છે. અને ત્યારબાદ લોટામાં રહેલ પાણીને આંગળીની મદદથી ચારે બાજુ યોગ્ય રીતે છંટકાવ કરવો જોઈએ.
અને આ થોડું પાણી જે તમે બચાવેલું છે તેને તમારા જમણા હાથથી ચારેબાજુ છંટકાવ કરો. અને ત્યારબાદ તે જગ્યાની ત્રણ વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. અને નાતે એ આસન લઈને તે જગ્યાને પણ નમન કરવું જોઈએ.
આવી રીતે નિયમિત સાકાર એટલે કે મિશ્રી વાળા જળને જણાવેલ મંત્રનું મંત્રોચ્ચાર થી સૂર્યદેવને ચડાવવાથી ઘણો ફાયદો થતો જોવા મળે છે. અને આ સિવાય જો તમને તમારી નોકરીમાં મુશ્કેલી આવી રહી છે,
તો નિયમિત રીતે સૂર્યને પાણી આપવાથી અધિકારીઓનો સહયોગ મળવા લાગે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે સૂર્યને શર્કરા જળ ચડાવવાથી જન્મ કુંડળીમાં રહેલા દોષો ઘણી વખત દુર થતા જોવા મળે છે.
જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંય વાંચી નહીં હોય.
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર…