Thursday, September 28, 2023
Home Ayurved જાણો ! સુંઠથી દૂર ભાગે છે કોરોના વાયરસ, વાંચો ! તેનો કેવી...

જાણો ! સુંઠથી દૂર ભાગે છે કોરોના વાયરસ, વાંચો ! તેનો કેવી રીતે કરશો ઉપયોગ..

કોરોના વાયરસ સામે લડવા માટે કચ્છના માધાપરમાં 1500 જેટલા લોકો પર સૂંઠનો પ્રયોગ અસરકારક રીતે થઈ રહ્યો છે. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. હિતેશ જાનીએ કોરોના વાયરસથી બચવા માટે એક તોડ આપ્યો છે. જેમાં ફક્ત એક ચપટી સૂંઠથી કોરોનાને હરાવવાની વિનંતી કરાઈ છે.

આખી દુનિયામાં કોરોના વાયરસે લાખો લોકોને જીવ ભક્ષીને હાહાકાર મચાવ્યો છે.વિશ્વના લગભગ બધા જ દેશો કોરોનાની દવા અને વેકસીનની શોધમાં પોતાનાથી બનતા પ્રયત્ન કરી રહ્યા છે.

આવા સમયમાં ભારતના નિષ્ણાતો ભારતની પ્રાચીન આયુર્વેદિક ઉપચાર પદ્ધતિથી કોરોના વાયરસ જેવી મહામારીને નાથવા ના પ્રયત્ન કરી રહ્યા છે. કચ્છના માધાપરમાં મોટાભાગના લોકો એનઆરઆઈ સાથે કોઈક ને કોઈક રીતે સંકળાયેલા છે.માધાપર ગામમાં કોરોનાના 3 પોઝીટીવ કેસ જાહેર થયા હતા.

જે પૈકી એક દર્દીનું મૃત્યુ થતા આખા ગામને હોમકોરન્ટાઈન કરી દેવામાં આવ્યુ હતું. દોઢ લાખની વસ્તી ધરાવતા આ ગામના બે વિસ્તારોમાં તાલુકા પંચાયતના પ્રમુખ હિતેષ ખંડોલના સહયોગથી મુખ્ય કાર્યકર્તા અરવિંદભાઈ ઠક્કર અને અરૂણભાઈ ચૌહાણ છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના સંક્રમણથી બચવા સૂંઠના પાવડરનું વિતરણ કરી રહ્યા છે. અને આ સૂંઠના પાવડરનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે તે અંગે ઘરે ઘરે ફરી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સૂંઠના પ્રયોગને આંશિક સફળતા મળી છે.અને છેલ્લા કેટલાક દિવસથી માધાપર ગામમાં એક પણ શંકાસ્પદ કેસ જોવા મળ્યો નથી.

આ પ્રયોગમાં તમારે ફકત ૧ ગ્રામ સૂંઠપાવડર દિવસમાં બે વાર જીભ પર મુકવાનો છે.થોડીવારમા તે લાળ સાથે ભળી સમગ્ર મુખ અને ગળા સુધી ફેલાયેલી લસીકાગ્રંથી દ્વારા તેની અસરથીઆખુ ગળુ શુદ્ધ કરી નાખશે.૫ મીનીટ મોઢામાં રાખવની છે પછી એને ગળે ઉતારી દેવાની છે.

આ સૂંઠનો રસ પાચનતંત્રમાં પણ મદદ કરે છે.જેથી નવો કાચો કફ બનતો જ નથી.અને ઈન્ફેકશનથી બચી શકાય છે. એ ઉપરાંત ફકત મગના દાણા જેટલો સૂંઠનો પાવડર લઈ દિવસમાં એક વાર નાક દ્વારા સુંઘવાનો છે.સૂંઠના ઉષ્ણ અને તીક્ષ્ણ એવા બે વિશિષ્ઠ ગુણના કારણે નાસીકાની મેન્બ્રેન દ્વારા તેનુ અનુશોષણ થઈ સાયનસ અને શ્રુઘાટક મર્મ સુધી પહોંચીને ત્યાંથી ચોંટેલા કફને પીગળાવી બહાર કાઢે છે.

સૂંઠનો પાવડર ફેફસાને પણ સાફ કરે છે.જેથી ઈન્ફેકશન અંદર પ્રવેશતુ અટકે છે.એ વાત જાણવા જેવી છે કે કોરોના વાયરસનો નાક કે મોઢા દ્વારા પ્રવેશ થતા શ્વાસ નળી અને પછી ફેફસાના અને ગળાના કોષોને દૂષિત કરે છે.

જેથી ફેફસા પાસેની લસીકા લીક થાય છે.અને શ્વાસ લેવામાં તકલીફ પડયા બાદ શ્વસન તંત્ર અવરોધાતા માણસ મૃત્યુ પામે છે.જ્યાંથી કોરોના પ્રવેશે છે તે નાક વાટે સૂંઠનો પાવડર સુંઘવાથી અને ગળામાં જીભ પર બે ટાઈમ એક ચપટીક સૂંઠનો પાવડર મુકવાથી કોરોનાના ઈન્ફેકશન સામે ચોક્કસ રક્ષણ મળે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments