Wednesday, September 27, 2023
Home Ayurved જાણો!! શ્વસનતંત્રને લગતા આસનોનો અભ્યાસ.

જાણો!! શ્વસનતંત્રને લગતા આસનોનો અભ્યાસ.

જાણો!! શ્વસનતંત્રને લગતા આસનોનો અભ્યાસ.

  • મત્સ્યાસન
  • ઉષ્ટ્રાસન
  • ભુજંગાસન
  • ચક્રાસન

મત્સ્યાસન-

રીત-

પદ્માસનમાં બેસો, બંને હાથની કોણીના સહારે પીઠ ઉપર સુઈ જાવ, બંને ઘૂંટણ જમીનને અડેલા રાખો પૂરક કરતા કરતા હાથની કોણીના આધારે છાતીનો ભાગ માથા ખંભા ને ઊંચે કરી મસ્તકનો મધ્ય ભાગ જમીન પર ટેકવી કરોડરજ્જુને વણાક આપો, આંતર કુંભકમાં યથાશક્તિ રાખી ટકાવી રાખો, રેચક કરતાં કરતાં મસ્તક અને છાતીને મૂળ સ્થિતીમાં પાછા લાવો..

લાભ –
આ આસનના અભ્યાસથી ઉદરસ્થ અવયવો જેવા કે આંતરડા, જઠર, સ્વાદુપિંડ, બરોળ, યકૃત, મૂત્રપિંડ વગેરે ને વ્યાયામ મળે છે.                            
ગળુ, સ્વરતંત્ર, ફેફસાને પણ વ્યાયામ મળે છે,કરોડરજ્જુની સ્થિતિ સ્થાપક બને છે.             
ખાસી, દમ, વાયુના રોગો, મંદાગ્નિ, રક્તવિકાર,
ડાયાબિટીસ, ક્ષય, શરદી વગેરે રોગો દૂર થાય છે. 
આંતરડાંમાં રહેલો મળ દૂર થાય છે,.                  
છાતીના ફેફસા નો વિકાસ થાય છે               
સ્ત્રીઓને માસિક સંબંધિત બધા રોગો દૂર થાય છે,
ફેફસામાં પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ પહોંચે છે,      
દમના રોગો માટે આ અક્સીર આસન છે.

ઉષ્ટ્રાસન –

રીત-

બન્ને પંજા પાછળની તરફ જમીન ઉપર રહે તે રીતે ઘુંટણ વાળીને બેસો, ઘૂંટણો એકબીજાથી થોડા દૂર રાખો, હાથ પાછળ લઈ જઈ આંગળીઓ પગના પંજા ની બાજુમાં જમીન ઉપર ટેકવો પૂરક કરતાં-કરતાં શરીરને કમરમાંથી ઉંચી કરી મસ્તક પાછળ ધરી દો, આંતર કૂભમાં યથાશક્તિ ટકીને, રેચક કરતાં કરતાં મસ્તક સીધું કરીને મૂળ સ્થિતિમાં પાછા આવો,

લાભ-

આ આસનથી કમર મજબૂત બને છે,
ગળાના રોગો દૂર થાય છે, તેમજ જઠર, આંતરડાં, વગેરેને આરામ મળે છે,હાથના સ્નાયુઓ મજબૂત બને, 
છાતીના સ્નાયુઓને યોગ્ય કસરત મળે છે,છાતીનો વિકાસ થાય છે,
મંદાગ્નિ, કબજિયાત, અજીર્ણ, વગેરે દૂર થાય છે, લોહીની અશુદ્ધિઓ દૂર થાય છે, ભગંદર, પ્રદર, ડાયાબિટીસ દૂર થાય છે,
ગરદન ખભા અને કમરનો દુખાવો દૂર થાય છે,

ભુજંગાસન –

રીત-

ઊંધા સૂઈ જાવ, બંને પગ ભેગા રાખો, બંને હાથની હથેળીઓ તથા કોણી ડાબા જમણા પડખે રાખો,
પૂરક કરતાં કરતાં પ્રથમ મસ્તક અને છાતીને ઉઠાવો પછી હથેળીઓના સહાર એ શરીરનું વજન ઉચકી નાભિ સુધી શરીરને ઊંચું કરો બંને હાથની કોણી પાસેથી સીધી રાખો, પગના પંજા જમીનને અડેલા જ રાખો, મસ્તકને શક્ય તેટલું પાછળ કરી દો, આ સ્થિતિમાં યથાશક્તિ પ્રમાણે આંતર કુંભકમાં રહો, રેચક કરતાં કરતાં ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પાછા આવો.

લાભ-

અભ્યાસથી કરોડરજ્જુ મજબૂત બને છે,         
જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે,
ડાયાબિટીસ અને ઉદરના રોગોમાં લાભ થાય છે,
પીઠનો દુખાવો દૂર થાય છે,
સ્ત્રીઓના બીજાશય અને ગર્ભાશયની પુષ્ટિ કરે છે,
માસિક ધર્મ સંબંધિત તકલીફો દૂર કરે છે,
છાતી, ખભા, ગરદનના, સ્નાયુઓ વિકસાવે છે,
પેટના અવયવો ઉપર દબાણ આવવાથી મળ આંતરડા તરફ ધકેલાઈ કબજિયાત દૂર થાય છે,
શ્વસન તંત્રના રોગોમાં ફાયદો થાય,

ચક્રાસન

રીત-

પીઠ ઉપર ચત્તા સૂઇ જાઓ પગની એડીઓ સાથળ ના મૂળ પાસે રાખો, બંને હાથ કોણીમાંથી વાળી આંગળઓ ખભા તરફ રહે તે રીતે મસ્તકની બાજુમાં ગોઠવો, પૂરક કરતાં-કરતાં શરીરનો મધ્ય ભાગ ઊંચો કરો, શરીરનું વજન પગ ટના પંજા તથા હથેળીઓની સહારે ઉચકો, અંતર કુંભક સાથે પગના પંજા તથા હથેળીઓને શક્ય તેટલી એકબીજા તરફ સરકાવતા જાઓ, અને શરીરનો મધ્ય ભાગ ઊંચો કરતા જાવ, રેચક કરતાં કરતાં મૂળ સ્થિતિમાં પરત આવો.

લાભ-

કરોડરજ્જુ લચીલી બને અને કમરનો દુખાવો મટે છે,    જ્ઞાનતંતુઓ સક્ષમ બને છે, સ્મરણશક્તિ વધે છે, 
માથાનો દુખાવો, શરદી, કાનના રોગો દૂર થાય છે,  
હાથ તથા પગના સ્નાયુઓ મજબૂત બને છે,         
યુવાન રહે છે શરીર તેજસ્વી સ્ફૂર્તિ વાળું રહે છે, 
સાંધાના દુખાવા દૂર થાય છે,પાચનશક્તિ વધે છે, 
શ્વસન તંત્રના રોગોમાં ફાયદો થાય,

-યોગ આસન – જાનવી મહેતા (World Yoga Champion)                                         -લેખક – કલ્પેશસિંહ ઝાલા (PGDNYS)

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments