અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પને તાજમહેલની ટુર કરાવનાર ગાઈડથી ટ્રમ્પ બહુ ખુશ થયા હતા…
હવે એવુ પણ જાણવા મળ્યુ છે કે, ટ્રમ્પે ગાઈડ નીતિનને ખુશ થઈને એક વિશેષ પ્રકારની ગિફ્ટ આપી છે.
ટ્રમ્પે તાજમહેલની ટુર દરમિયાન ગાઈડ નીતિન સિંહને સાત જેટલા સવાલ પૂછ્યા હતા. તમામ સવાલના જવાબમાં નીતિને બહુ સચોટ જાણકારી આપી હતી.
ટ્રમ્પે પૂછ્યુ હતુ કે, તાજમહેલ કોણે બનાવ્યો હતો, કારીગરો ક્યાથી આવ્યા હતા, શાહજહાંને તાજમહેલમાં ક્યાં કેદ કરાયો હતો, આટલો માર્બલ ક્યાંતી આવ્યો હતો, તાજમહેલમાં શું બદલાવ આવ્યા છે.
તાજમહેલ સુધી પાણી પહોંચાડતી ચેનલો શાહજહાંના સમયમાં જ બની હતી કે બાદમાં ટ્રમ્પે તાજ મહેલ પર દેખાતી પેઈન્ટિંગ જેવી કલાકૃતિ અંગે પૂછતા નીતિને કહ્યુ હતુ કે, આ પેઈન્ટિંગ નથી પણ તેને પચ્ચીકારી કહેવામાં આવે છે, જેમાં માર્બલ પર કિંમતી પથ્થરો જડેલા છે.
ટ્રમ્પે તાજમહેલના ભોંયરાની અસલી કબર અને ઉપરની કબરો અંગે પૂછતા નીતિને કહ્યુ હતુ કે, ઈસ્લામમાં કબરને સજાવવાની પરવાનગી નથી એટલે શાહજહાંએ ઉપર અલગથી સજાવટી કબરની પ્રતિકૃતિ બનાવી હતી.
નીતિને જાણકારી આપતા કહ્યુ હતુ કે, તાજમહેલમાં વોટર ચેનલ શાહજહાંના સમયથી જ બનેલી છે. જેના કારીગરો દેશ બહારથી બોલાવાયા હતા. તાજ માટેના માર્બલ મકરાણા અ્ને કાળા પથ્થર દક્ષિણ ભારતથી મંગાવાયા હતા.
નીતિને શાહજહાં અને મુમતાઝની લવ સ્ટોરીની પણ ટ્રમ્પ દંપતિને જાણકારી આપી હતી. ટ્રમ્પે એ પછી નીતિન સિંહને એક સ્મૃતિ ચિન્હ ગિફ્ટ આપ્યુ હતુ. આ સ્મૃતિ ચિન્હ પર અમેરિકાનુ સત્તાવાર સિમ્બોલ છે, જેના પર ડોનાલ્ડ ટ્રમ્પનુ નામ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા લખેલુ છે.