Monday, October 2, 2023
Home Bhavnagar આજે છે! ભાવનગરના મહારાજા તખ્તસિંહજીની ૧૬૨મી જન્મ જયંતી.. તેમના ગાદી કાળ દરમ્યાન...

આજે છે! ભાવનગરના મહારાજા તખ્તસિંહજીની ૧૬૨મી જન્મ જયંતી.. તેમના ગાદી કાળ દરમ્યાન અમદાવાદ ,સુરત,ભરૂચ જેવા શહેરો હતા, ભાવનગરથી ઘણા પાછળ…

આજે છે, તા. ૬ જાન્યુઆરી ! ભાવનગરના મહારાજા તખ્તસિંહજીની ૧૬૨મી જન્મ જયંતી. (૬ જાન્યુઆરી ૧૮૫૮-૧૮૯૬ )

ઈ.સ.1878થી ઈ.સ. 1896ના બે દાયકાના રાસન કાળ દરમિયાન તેઓએ રાજ્ય અને  પ્રજાકલ્યાણના અનેક કાર્યો કર્યાં ખાસ તો ભાવનગરના આધુનિકીકરણા અને શહેરીકરણની ગતિવિધિઓ આ સમયગાળા દરમિયાન ઝડપી બની અને રાજ્ય સમૃદ્ધ અને મોડેલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયુ. ભાવનગર ખરા અર્થમાં આદર્શ રાજ્ય બન્યું.

મહારાજા તખ્તસિંહજી ગાદી પર બિરાજતાની સાથે જ રાજ્યના દુઃખના દિવસોમાંથી બહાર કાઢી સુખનો વૃક્ષો વાવી આપ્યા અને રાજ્યની રચનાનો દેખાવ પણ રંગીલો અને સોભામણો બનાવ્યો, ભાવનગરનો દેખાવ તો એવો સુંદર અને શોભાયમાન બનાવ્યો કે તેની આગળ સુરત, ભરૂચ કે અમદાવાદ જેવા મોટા અને નામાંકિત શહેરો પણ ઉતરતી કક્ષાના ગણાતા હતા…

Source

મહારાજા તખ્તસિંહજી જસવંતસિંહજી (જ.૧૮૫૮–મુ.૧૮૯૬) અને ગાદી (૧૮૭૦ – ૧૮૯૬) ગાદી ભાવનગરના મહારાજા તખ્તસિંહજી પશ્ચિમની કેળવણી લેનાર ભાવનગરના પહેલા રાજવી હતા..

Source

રાજકુમારોની આવી કેળવણી માટે આરંભાયેલી રાજકોટની રાજકુમાર કોલેજ ૧૮૭૧ના તેઓ પહેલા વિદ્યાર્થી હતા, વિદેશની મુસાફરી કરનારા પહેલા રાજવી હતા,

Source

મહારાજાની પદવી મળી G.C.I.C.v ઈલકાબો, એલ.એલ.ડી ની માનદ પદવી કેમ્બ્રિજ યુનિવર્સિટીએ આપી,

તેમણે ભાવનગર રાજ્યને વહીવટનું આધુનિકરણ કર્યું વહીવટ અને ન્યાય, પોલીસતંત્ર અને ન્યાયને જુદા પડ્યા, રેલવેનો સૌરાષ્ટ્રમાં પ્રથમ આરંભ ૧૮૮૦માં કર્યો, બંદરની સુવિધાઓ વધારી,

સૌરાષ્ટ્રની પહેલી કોલેજ શામળદાસ કોલેજ શરૂ કરી, જેમાં મહાત્મા ગાંધી ભણ્યા હતા,

સર,ટી, હોસ્પિટલ,

આલ્ફ્રેડ હાઇસ્કુલ,

હાઇકોર્ટ,

તખ્તેશ્વર મંદિર,

શામળદાસ કોલેજ (પાનવાડી) પોર્ટ આલ્બર્ટ વિક્ટર, વિક્ટોરિયા પાર્ક, પાર્ક દેશનો પહેલો અર્બન પાર્ક,

બાર્ટન લાઇબ્રેરી વગેરે ભવ્ય બાંધકામો કરી ભાવનગરને શોભાવ્યું,

રાજકોટમાં કૈસરેસિંહ પુલ, રાજકુમાર કોલેજની દક્ષિણ વિંગ, વિગેરે બાંધકામો કરાવી આપ્યા  અને આવી ઘણી સંસ્થાઓને પણ દાન પણ આપ્યું હતું,

આવા ઉદારદિલ અને પ્રજાના કામો કરનાર ભાવનગરના મહારાજાને તેમની 162ની જન્મ જયંતી નિમિત્તે સત સત વંદન..

RELATED ARTICLES

Most Popular

Recent Comments