કોરોનાની મહામારી રાજ્યમાં વધી રહી છે. તેની વચ્ચે આયુર્વેદ પદ્ધતિ મુજબ સારવાર થઈ શકે છે. તેવી સતત આયુર્વેદાચાર્યોની માંગ હતી.
જેમા રાજ્ય સરકાર અને આયુષવિભાગ દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ તળાજાના દિહોર સ્થિત આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યની એમ.ઓ એટલે કે કોરોના વોરિયર્સ તરીકે નિમણુંક થઈ છે.
વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું કે, પોતાને કોરોના પોઝિટિવ પીડિતોની સારવાર આયુર્વેદ પદ્ધતિથી સારવાર કરવાની ઈચ્છા હતી જે ફળીભૂત થઈ છે.
અમદાવાદ સ્થિત સમરસ હોસ્ટેલમાં લક્ષણ ન દેખાતા હોય તેવા કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવા માટે એક માત્ર આયુર્વેદિક ચિકિત્સા આપવા માટે નિમણુંક થઈ છે.
કોરોના વોરિયર તરીકે તેઓએ ફરજ પણ સંભાળી લીધેલ છે.
કહી શકાય કે જ્યાં સતત મોતનો ભય સતાવે છે તેવા કોરોનાના દર્દીઓની સારવાર માટે વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ સામેથી જવાબદારી સ્વીકારી છે.
જેના માટે તેઓએ સરકારના ખાસ મળતા ટી.એ.ડી.એ. ના લાભ પણ જતા કર્યા છે.
વૈધ સરવૈયાએ પોતાના પ્રથમ દિવસનો અનુભવ જણાવ્યો હતો કે, પીપીઈ કીટ પહેર્યા પછી પાણી પણ નથી પી શકાતું.
કારણ કે મો આગળ ત્રણ લેયર હોય છે. સુરક્ષા માટે બીજી તરફ કીટ પહેર્યા પછી ખુબજ પરસેવો વળી જાય છે. તેવી સ્થિતિ વચ્ચે મહત્વની ફરજ બજાવવાની હોય છે.
એ ઉપરાંત અહી માનસીક કાઉન્સિલિંગ પણ કરાવવા માટે યોગ અને પ્રાણાયમથી પણ માહિતગાર કરી તેનું મહત્વ સમજાવવામાં આવે છે.
નોંધનીય છે કે, વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા તળાજાના છાપરી ગામના સામાન્ય પરિવાર ખેડૂત પુત્ર છે.
અમારો પરિવાર ભય નહીં ગૌરવ અનુભવે છે. ક્ષત્રિય ધર્મ લોકોની રક્ષા કરવાનો છે એમ વૈધ મહેન્દ્રસિંહના મોટાભાઈ તખ્તસિંહ સરવૈયાએ જણાવ્યુ હતુ.
તેમણે | ઉમેર્યુ હતુ કે, તેમના ભાઈ રાજ્યમાં પ્રથમ એવા વૈધ બન્યા છે કે તેઓ આયુર્વેદિક પધ્ધતિથી કોરોનાના દર્દીઓની સારવાર કરશે…