હાલ ભારતમાં કેન્સરના કેસો વધારે જોવા મળે છે, ત્યારે વિશ્વ તમાકુ નિષેધ દિવસના રોજ એક વિંનતી.
👉વિશ્વમાં દર વર્ષે ૩૧મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
👉વિશ્વ તમાકુ નિષેધ દિવસ 1987 થી વિશ્વ સંગઠન દ્વારા ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું આજના દિવસે ધુમ્રપાન અને તમાકુથી થતી આડઅસરો વિશે સમજાવવામાં આવે છે.
👉આપણા દેશમાં વ્યસનમુક્તિ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.
👉સરકારે વ્યસન મુક્તિ અભિયાન પણ ચાલુ કરેલ છે.
👉દર વર્ષે 55 લાખ લોકોના મૃત્યુ વ્યસનના કારણે થાય છે .જેમાં નવ લાખ લોકો તમાકુના કારણે કેન્સરનો ભોગ બનેલા હોય છે.
👉તમાકુના કારણે ગળાનું કેન્સર મોઢાનું કેન્સર દાંત ને લગતા રોગો હાર્ટ એટેક શારીરિક ક્ષમતા નબળી પડવી વગેરે જેવા રોગો થાય છે.
👉તમાકુનું સેવન કરનારા માનતા હોય છે કે તેને છોડવું અઘરું છે પરંતુ દ્રઢ મનોબળ થી તથા પરિવારજનો અને મિત્રોના સહયોગથી આ દૂષણ માંથી મુક્તિ મેળવી શકાય છે.
👉આજના સમયમાં જેટલા લોકો એક્સિડન્ટથી મૃત્યુ પામે છે તેના કરતા ત્રણ ગણા વધારે લોકો વ્યસનના કારણે મૃત્યુ પામે છે.
👉એક મિનિટમાં વિશ્વમાં 7 લોકો સિગારેટ પીવાથી મૃત્યુ પામે છે.
👉આપનું જીવન અમૂલ્ય છે માટે વ્યસન છોડી જીવન બચાવો.
– ડો. રાજુ લાઢવા