વાઈરલ વીડિયો / તમિલનાડુમાં માલિક પાલતું કૂતરાંને હેલ્મેટ પહેરાવીને બાઈક પર ફરવા લઈ ગયા..
વાહન ચલાવતી વખતે ફરજીયાત હેલ્મેટ પહેરવાનો નિયમ આવી ગયો તેમ છતાં ઘણા લોકો રસ્તા પર ટુ-વ્હીલર પર હેલ્મેટ વગર જ જોવા મળે છે.
તમિલનાડુમાં કૂતરાં અને તેના માલિકનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ધૂમ વાઇરલ થઈ રહ્યો છે. પાલતુ કૂતરાંને તેના માલિક વાહન પર ફરવા લઈ જાય તે વાત તો સામાન્ય છે પણ આ માલિકે પોતે તો હેલ્મેટ પહેર્યું અને તેમનાં ડોગીને પણ પહેરાવ્યું.
પ્રમોદ નામની વ્યક્તિએ 17 સેકન્ડનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. 6 જાન્યુઆરીએ શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધી 50 હજારથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. પ્રમોદે લખ્યું છે કે,
તમિલનાડુમાં ડોગીએ પોતાની સેફટી માટે હેલ્મેટ પહેર્યું છે. તેના માલિક સાચેમાં વખાણ કરવા લાયક છે.