Sunday, March 26, 2023
Home Health સાવધાન ! જો તમને પણ સવારે જાગીને તરત જ ચા પીવાની ટેવ...

સાવધાન ! જો તમને પણ સવારે જાગીને તરત જ ચા પીવાની ટેવ હોય તો આર્ટીકલ જરૂર વાંચજો…

સાવધાન…જો તમને પણ સવારે જાગીને તરત જ ચા પીવાની ટેવ હોય તો આર્ટીકલ જરૂર વાંચજો…

ગરમ ચા પીવાની વાસ્તવિક મજા ફક્ત એ લોકો જ જાણે છે. કે જે ચા ના શોખીન હોઈ છે. કેટલાક લોકોની આદત હોય છે કે જ્યારે તેઓ ઉઠે એટલે ચા ની જરૂર હોય છે. કેટલાક લોકો ચાનું એવુ વ્યસન હોય છે. કે જો તેઓને ચા ના મળે, તો તેઓને માથામાં દુખાવો શરૂ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ચા સાથે તમારો દિવસ શરૂ કરવો સારો માર્ગ નથી.

સવારમાં ઉઠીને ચા પીવાથી તમારા દાંત પર ખરાબ અસર થાય છે અને તે તમારા પાચનતંત્રના આરોગ્ય માટે પણ નુકસાનકારક છે. તો ચાલો તમને કહીએ કે જો તમે સવારમાં જાગી ને પથારી પર જ ચા પીવો છો તો નુકસાન થઈ શકે છે.

બતાવી દઈએ કે ચા માં અમુક પ્રમાણમાં કેફીન મળી આવે છે, જેમાં એલ-થાયનિન, થિયોફાયલીન પણ હોય છે. તો ચાલો જાણીએ સવારે ખાલી પેટ ચા પીવાથી થઈ શકે છે. આ ગંભીર બીમારીઓ…

સવારના ઉઠીને ચા પીવાથી થતા નુકશાન..

૧. સવારે ઉઠીને ખાલી પેટે ચા પીવાને કારણે બાઈલના રસની પ્રક્રિયા અનિયમિત બની જાય છે, જેથી તમને ઉલ્ટી જેવું અનુભવાય છે, જેનાથી તમને બેચેની થઈ શકે છે.

૨. જોકે ઘણા લોકો ચાની જગ્યાએ કાળી ચા પીતા હોય છે. કાળી ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી ગણાય છે, પરંતુ કાળી ચા વધારે માત્રામાં પીવી પણ નુકસાનકારક છે.

3. એવું માનવામાં આવે છે કે કાળી ચા પીવાથી વજન ઓછું થાય છે, જ્યારે તે પીવાથી પેટ ફૂલી જાય છે અને તેનાથી ભૂખ લાગતી નથી.

4. તે જ લોકો દૂધ વાળી ચા પીવી પસંદ કરે છે. પણ તમે ભાગ્યે જ જાણતા હશો. ખાલી પેટ ચા પીવાથી ઝડપથી થાકી તો જાવ જ છો, પરંતુ વ્યવહારમાં ચિંડિયાપણું પણ આવે છે.

5. તેમજ કેટલાક લોકોને કડક ચા પીવા ની આદત હોય છે. પરંતુ એ વાતનો થોડો પણ અનુભવ નહીં હોય કે કડક ટી પીવાથી અલ્સર થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત પેટની આંતરિક સપાટીમાં ઘાયલ થવાની સંભાવના પણ વધે છે.

6. વારંવાર એક જ ચા ને ગરમ કરીને પીવી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેથી, ચા બનાવીને રાખવી નહિ, ચા બનાવીને તેને તરત જ પીઈ જવી.

7. સાથે સાથે બેડ ચા પીવાથી દાંતમાં પોલાણ થવાનું જોખમ વધે છે. આ કરવાથી દાંતો ની નશોમાં સોજા જેવી સમસ્યાઓ થાય છે.

8. ચા પીવાથી, આપણું શરીર આયર્નને શોષી શકતું નથી, જેના કારણે શરીરમાં આયર્નની અછત હોય છે. જો તમને એનિમિયા હોય, તો ચા જરા પણ ન લેવી.

9. સવારમાં ખાલી પેટ ચા પીવાથી પેટમાં એસિડ બને છે. જેનાથી ગેસ જેવી સમસ્યાઓ થઇ શકે છે. તેથી ખાલી પેટ ચા પીવાને બદલે, તેની સાથે કંઈક ખાવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments