ઉત્તર પ્રદેશનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે..
જેમાં એક શિક્ષિકા ઓનલાઇન વિદ્યાર્થીઓને ક્લાસ લઇ રહ્યા હતા ત્યારે વિદ્યાર્થી શિક્ષિકાને ઓનલાઈનમાં ગાળો દીધી હોવાનુ આ વીડિયોમાં જાણવા મળ્યું હોય..
હાલમાં કોરોના કાળ માં ઓનલાઇન શિક્ષણ ભણાવવું ફરજિયાત બન્યું છે, ત્યારે ઓનલાઇન શિક્ષણમાં પણ આવા તોફાન જોવા મળ્યા છે…
પણ આ કિસ્સો તો કંઈક અલગ જ છે જેમાં શિક્ષિકાને વિદ્યાર્થી એ ઓનલાઈન સીધી ગાળ દીધી હોવાનુ સામે આવ્યું છે..
જ્યારે આ વીડિયોમાં માલુમ થાય છે કે એની સાથે અન્ય એક વિદ્યાર્થી પણ સહકારમાં હતો તેમને પણ પાઠ આ શિક્ષિકાએ ભણાવ્યો હતો અને મેથીપાક આપ્યા હતા…
આ બાબતે શિક્ષિકાએ કડક પગલાં લીધા હતા અને વિદ્યાર્થીઓને સીધો જ બોલાવી તેને સરખો પાઠ ભણાવ્યો હતો…
ઉત્તર પ્રદેશના બાગપતમાં એક મહિલા ટીચરનો વીડિયો સામે આવ્યો છે. ક્લાસમાં મહિલા ટીચર બે વિદ્યાર્થીઓને લાકડીથી મારી રહ્યા છે. આ દરમિયાન એક ટીચર સામે બેસી ટીચરને લાકડીથી માર મારવાનું કહી રહ્યા છે અને વીડિયો બનાવી રહ્યા છે.
મહત્ત્વનું છે કે, આ વિદ્યાર્થી પર આરોપ છે કે, તેમણે ઓનલાઇન ક્લાસ દરમિયાન ટીચકને ગાળ ભાંડી હતી. જેને લીધે તેમને સ્કૂલે બોલાવી માર મારવામાં આવ્યો હતો.
આ વાઇરલ વીડિયો દિલ્હી-યમુનોત્રી હાઇવે સ્થિત લક્ષ્ય પબ્લિક સ્કૂલનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયો સામે આવતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.