એક રીચર્સ મુજબ જે લોકો પેટ ભરીને જમવાનું ખાય છે, તેને સારી ઊંઘ આવે છે. તેનાથી વિરુધ જે લોકો ભૂખ્યા પેટે સુવે છે તેને પૂરી રાત ઊંઘ નથી આવતી અને એ સારી રીતે સુઈ શકતા પણ નથી. ભોજનની અસલી કીમત તો ખાલી એ જ વ્યક્તિ જાણી શકે, જેને ઘણા દિવસથી ભોજન નાં કર્યું હોઈ. આપણે બધાએ જોયું જ હશે કે અમીર લોકોના છોકરાને ભોજન માંગતા જ તરત મળી રહે છે એટલા માટે તે મહેનત નથી કરી શકતા. બીજી બાજુ ગરીબના છોકરા નાનપણથી જ સમયનું ખાવાનું કરવા માટે જીવે છે જેથી તે એક દિવસ તે જરૂર કામયાબ બને છે.
ભોજનને અન્નદેવતા માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે અન્નની કદર નથી કરતું, અન્ન તેની કદર કરતું નથી. ભોજન આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે. તેથી ક્યારેય થાળીમાં એઠું ભોજન પડતું ના મુકવું જોઈએ જેટલી જરૂરત છે એટલું જ ડીશમાં લેવું જોઈએ.
ક્યારેય ન ધોવા થાળીમાં હાથ:- આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે જે ઘરમાં ખાવાનો અનાદર થતો હોઈ એ ઘરમાં ક્યારેય પણ ખુશી આવતી નથી અને હંમેશા ધનની અછત રહે છે. એવામાં ખાવાનું ખાઈ લીધા પછી ભૂલથી પણ થાળીમાં હાથ ના ધોવા જોઈએ. એવું કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં લક્ષ્મીજી આવતા નથી.
ભોજન ખાધા પહેલા કરવું આ કામ :- દરેકના જીવનમાં ભોજન એક ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. એવામાં જો કોઈ આગળ વધવા માંગતા હોય અને ઈશ્વરને પ્રસન્ન કરવા માંગતા હોય તો એક નાનકડું કામ યાદ રાખવું જોઈએ. એવું કરવાથી માં લક્ષ્મીની કૃપા પણ હંમેશા બની રહેશે. જયારે પણ ભોજન કરવા બેસો ત્યારે એક વાર ભગવાનનું નામ જરૂરથી લેવું. તેનાથી તમારા ઘરમા સકારાત્મક શક્તિ આવશે.
નહિ આવે ગરીબી :- આપણે બધા જાણીએ જ છીએ કે ઈશ્વર આ સૃષ્ટિના કણ કણમાં વસેલા હોય છે. એવામાં ભોજન ખાતા સમયે જો ઈશ્વરનું નામ લઇએ અને તેનું ધ્યાન કરવામાં આવે તો આપણુ મન શાંત રહે છે. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય ગરીબી નથી આવતી.