અમદાવાદ: હિમાચલ પ્રદેશ અને જમ્મુ–કાશ્મીરમાં થયેલા હિમ વર્ષા ને કારણે હાલ ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઠંડીની અસરજોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં ઠંડા અને સુકા પવન ફુંકાવાના કારણે પારો ગગડ્યો છે જેને લઈને ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યોછે.
ગુજરાતમાં નલિયામાં સૌથી વધુ 4.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એટલે કે શિયાળાની સિઝનનો અત્યાર સુધીનો ઠંડો દિવસ નોંધાયો છે. આગામી ત્રણ દિવસમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળશે તેવં હવામાન વિભાગે કહ્યું છે.
મહત્વની વાત છે કે, હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કોલ્ડવેવ જોવા મળશે. જેમાં ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકાપવન ફુંકાશે તેવી શક્યતા છે. તેમજ 24 કલાક દરમિયાન 3 ડિગ્રી લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આગામી બે દિવસ ઠંડીનુ જોરયથાવત રહેશે.
નોંધનીય છે કે, ઉતરપૂર્વના પવનો ફુંકાય રહ્યા છે અને ઉતર ભારતમાં ઠંડીની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહે છે. ઉત્તર ભારતમાંઠંડીએ જોર પકડ્યું છે જેના કારણે આજથી ગુજરાતમાં એકાએક ઠંડી વધવા લાગી છે. કારણ કે ડિસેમ્બરના અંતમાં લઘુતમ તાપમાનઘટી રહ્યું છે અને લોકો શિયાળાની ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.
શિયાળામાં સુસવાટા મારતા ઠંડા પવનને કારણે ઠંડી વધારે લાગે છે જેના કારણે બિમાર પડવાની સંભાવના વધી જાય છે. શિયાળામાંશરદી, તાવ, ખાંસી, કફ જેવી બિમારી થઈ જતી હોય છે. શિયાળામાં ઠંડી ન લાગે તેની તકેદારે રાખવી જોઈએ. શિયાળામાં આટલું કામકરજો જેનાથી બિમારી રોકાઈ શકે છે. શરીર પર ગરમ કપડાં પહેરાવા જોઈએ જેનાથી ઠંડી લાગે નહીં.
ઠંડી હંમેશાં છાતી, પગ અને માથાના ભાગેથી વાટે શરીરમાં જતી હોય છે. છાતીના ભાગે ઠંડી સૌથી વધારે અસર કરતી હોય છે અને વધુઠંડી લાગતાં છાતી જકડાઈ જતી હોય છે. ગળામાં બળતરા થાય છે અને ઉધરસ આવે છે અને તાવ પણ આવે છે.
સામાન્ય રીતે આપણે હાથ, પગ અને માથું ખુલ્લા રાખીએ છીએ જેના કારણે બિમારી આવી શકે છે. શિયાળામાં હાથ–પગનાં મોજાંપહેરવા અને માથે ગરમ કે સુતરાઉ સ્કાર્ફ બાંધવો. ખાસ કરીને બાઈક પર જતાં હો તો આટલી કાળજી જરૂર રાખો.