Saturday, December 9, 2023
Home Ayurved શિયાળામાં તમારાં હાથ થીજીને સુન્ન થઈ જાય છે ? તો આ રહ્યાં!...

શિયાળામાં તમારાં હાથ થીજીને સુન્ન થઈ જાય છે ? તો આ રહ્યાં! રાહત માટે કેટલાક ઉપાય.

શિયાળામાં ડ્રાઈવ કરતી વખતે હાથ થીજીને સુન્ન થઈ જાય છે. ઠંડીના દિવસોમાં સામાન્ય રીતે લાંબુ ડ્રાઈવ કરવાના કારણે હાથ સુન્ન થઈ જાય છે. હાથ પર વધારે પ્રેશર પડવાના કારણે હાથ સુન્ન થઈ જાય છે.

ગાડી ચલાવતી વખતે ઠંડી હવાના સંપર્કમાં આવવાથી હાથ થીજીને સુન્ન થઈ જાય છે. જેનાથી રાહત મેળવવા માટે કેટલાક સરળ ઘરેલુ ઉપાય કરી શકાય છે.

હાથ સુન્ન થવાના કારણે નબળાઈ અનુભવાય છે. આ સિવાય આંગળીઓમાં બહુ દુખાવો પણ થાય છે. જે લોકોની ઉંમર વધારે હોય તેમનામાં આ સમસ્યા વધારે જોવા મળે છે. આજકાલ યુવાનોમાં પણ નસો નબળી હોવાના કારણે આ સમસ્યા જોવા મળવા લાગી છે. હાથ સુન્ન થવાની સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકાય છે.

સરસોના તેલથી માલિશ કરો..
શિયાળામાં હાથ સુન્ન થઈ જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરસોના તેલથી માલિશ કરવાથી ફાયદો મળે છે. હાથની માલિશ કરવા માટે સરસોના તેલને નવશેકુ ગરમ કરો. નવશેકા ગરમ તેલથી હાથની માલિશ કરો. આ ગરમ તેલથી ધીરે-ધીરે માલિશ કરવાથી હાથ સુન્ન થવાના કારણે થતી ઝણઝણાહટ દૂર થાય છે. શરીરના બ્લડ સર્કુલેશન માટે સરસોનું તેલ વધારે ફાયદાકારક ગણાય છે.

રસોડાઓના મસાલાઓથી દૂર કરો હાથનું સુન્નપણુ..
જો તમે હાથ સુન્ન થવાની સમસ્યાથી પરેશાન હોવ તો, એક ચમચી સૂંઠ પાવડર અને 2-3 લસણની કળીઓ પીસીને પેસ્ટ બનાવી લો. હવે આ લેપને સુન્ન થઈ ગયેલ અંગો પર લગાવો. આ સિવાય હાથની સુન્નતા દૂર કરવાથી દેશી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. 2 ગ્રામ જાયફળ પાવડર સાથે નારિયેળ તલ મિક્સ કરી માલિશા કરવાથી હાથની સુન્નતા દૂર થશે.

તજ અને મધનો ઉપયોગ કરો..
ઘણા લોકોના શરીરમાં લોહીનું પરિભ્રમણ સરખી રીતે નથી થતું. શરીરમાં લોહીનું પરિભ્રમણ સરખી રીતે ન થાય તો, હાથ-પગ સુન્ન થઈ જાય છે. હાથની સુન્નતા દૂર કરવા માટે એક ચમચી તજ પાવડરમાં એક ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણના ઉપયોગથી બ્લડ સર્કુલેશન સારું થશે અને હાથ-પગ સુન્ન નહીં થાય.

હળદરથી દૂર કરો હાથની સુન્નતા..
કસરત અને સ્ટ્રેચિંગની મદદથી પણ હાથની સુન્નતા દૂર કરી શકાય છે. કસરત કરવાથી નસો ખૂલે છે અને શરીરમાં ઑક્સિજનનું સ્તર વધે છે. હળદરમાં એન્ટીઈંફ્લેમેટરી ગુણો હોય છે. તેના ઉપયોગથી ત્વચામાં સોજા અને દુખાવાથી છૂટકારો મળે છે. હળદરવાળા દૂધનું સેવન કરવાથી હાથ-પગમાં આવતી ઝણઝણાટી દૂર થાય છે. શિયાળામાં કસરત કરવાથી લોહીના પરિભ્રમણમાં સુધારો થાય છે. સાથે-સાથે શરીરમાં ઑક્સીજનનું સ્તર પણ વધે છે.

ડાયટમાં પૌષ્ટિક આહારનો સમાવેશ કરો..
જે લોકોના હાથ વારંવાર સુન્ન થઈ જતા હોય, તેમની નસો નબળી હોઈ શકે છે. નસોની નબળાઈ અને હાથ સુન્ન થઈ જવાની સમસ્યા દૂર કરવા માટે ડાયટમાં એવા આહારનો સમાવેશ કરવો જોઈએ, જેમાં વિટામિન બી12, વિટામિન ડી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. હાઈ ફાઈબર ડાયટ લેવો જોઈએ. ફેટની માત્રા ઓછી કરવી જોઈએ. તમારા ડાયટમાં ફળ અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments