Monday, October 2, 2023
Home Ajab Gajab જંગલ સફારી સમયે સામે આવ્યો વાઘ

જંગલ સફારી સમયે સામે આવ્યો વાઘ

જંગલ સફારી સમયે સામે આવ્યો વાઘ

મુસાફરી સમયે સામે આવ્યો વાઘ અને જોરથી દહાડ્યો, લોકોએ કરી ચીસા-ચીસ, આ વિડીયો જોઇને વધી જશે હૃદયના ધબકારા

હાલમાં એક જોરદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમ તો આપણે દરરોજ સોશિયલ મીડિયા પર નવા નવા વીડિયો જોતાં જ હોઈએ પણ અમુક વીડિયો ભારે વાયરલ થતાં રહે છે કારણ કે એ વીડિયોમાં કંઈક હટકે જ કન્ટેન્ટ હોય છે. ત્યારે આવો જોઈએ કે આ વીડિયોમાં એવું તો શું ખાસ છે. જંગલ સફારી દરમિયાન રેકોર્ડ કરવામાં આવેલા આ વીડિયોએ તો લોકોને ડરાવી જ દીધા. 26 સેકન્ડની આ વીડિયો ક્લિપમાં એક સફરની મજા માણતા લોકોની કાર તરફ વાઘ ગર્જના કરે છે.

શરૂઆતમાં તો એવું લાગે છે કે જાણે વાઘ આ મુસાફરો પર હુમલો કરશે. પરંતુ કારમાં બેઠેલા ચિંતિત લોકોએ મોટે મોટેથી હડ હડ હડની બૂમો પાડવાનું શરૂ કરે છે. જેના કારણે વાઘ ફરીથી ઝાડીમાં ભાગ્યો. આ સાથે જ આઈપીએસ અધિકારીએ આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘હડ… હાડ… વાઘને ભગાડવા માટેની દેશી યુક્તિ છે! આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, એકસાથે જોરથી ‘હડ..હડ..હડ’ની બૂમો પાડવાની દેશીતરકીબ વાઘને ભગાડવા માટે અસરકારક જોવા મળી હતી. દેશી ટેક્નોલોજીનું સફળ પરિક્ષણ.

ઉલ્લેખનીય છે કે, આઈપીએસએ 13 ડિસેમ્બરની સવારે આ વીડિયો શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 27 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. તેમજ આશરે 2 હજાર લાઈક્સ અને 200 રિ-ટ્વીટ્સ થઈ ચુકી છે. ઘણા લોકોએ તેને આઘાતજનક ઘટના ગણાવી છે. તો લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

આ પહેલાં પણ વાઘનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં વાઘ અમુક લોકો પાછળ દોડે છે. આ વીડિયોને જોઈને લોકોનાં ધબકારા વધી જાય છે. વાઈરલ થયેલો આ વીડિયો આસામના તેજપુર વિદ્યાલય પાસેના નપામ વિસ્તારનો છે. અહીં એક વાઘ અચાનક માનવવસ્તીમાં ઘસી આવ્યો હતો. અને બાદમાં વાઘે ત્યાં એકઠાં થયેલાં લોકો પર હુમલો કરી દીધો હતો, અને લોકોની પાછળ દોડ્યો હતો. વાઘ પાછળ પડતાં જ લોકોએ જીવ બચાવવા માટે દોડધામ મચાવી દીધી હતી. તેવામાં એક વ્યક્તિ વાઘની ચપેટમાં આવી ગયો હતો. વાઘે તેને પાછળથી પંજા વડે ઝાપટ મારીને એક ખાડામાં પાડી દીધો હતો. આ દ્રશ્યો જોઈને ભલભલાં લોકો ડરી ગયા હતા.

જો કે બાદમાં વાઘ વ્યક્તિને ગંભીર નુકસાન કર્યા વગર જતો રહ્યો હતો. વાઘના આ હુમલામાં બે લોકોને ઈજા પહોંચી છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાઘ કાઝીરંગા નેશનલ પાર્કથી ભટકીને માનવવસ્તીમાં આવી ગયો હોવાની ચર્ચા છે. અને તેને પકડવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ઓપરેશન શરૂ કરી દીધું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments