Thursday, September 28, 2023
Home Knowledge યુવા પેઢીને બગાડતું અને અશ્લીલ અને વલ્ગર બનતું આ ટિક ટોક એપ્લીકેશન...

યુવા પેઢીને બગાડતું અને અશ્લીલ અને વલ્ગર બનતું આ ટિક ટોક એપ્લીકેશન સમાજને નુકશાન કારક છે. વાંચો ખરેખર શું નુકશાન છે!!

આજકાલ સોસિયલ મીડિયા ખુબજ ટ્રેંડ ચાલી રહ્યો છે, Live Video ચેટ એપ્લિકેશનનો, અને લોકો પણ જાણતા અજાણતા વીડિયો મૂકીને ખોટી પ્રવૃતિઓમાં ભાગ બનીરહ્યા છે.

અમુક વિડિઓના સ્ક્રીન સોટ મૂક્યા છે પણ અમુક તો એટલા વલ્ગર છે કે અહીં તે મૂકી શકતા નથી.. જે યુટ્યુબ પર ખુબ જોવાઈ રહ્યા છે..

આજે મોબાઈલમાં એટલી બધી ચેટ એપ્લિકેશન આવી ગઈ છે, જે મિત્રો બનાવવામાં તેમજ અનેક લોભામણી જાહેરાતો આપીને યુવાઓને ભ્રમિત કરી સમય બરબાદ કરીરહી છે.

વીડિયો ચેટના નામે લોકોની પ્રાઇવસી પબ્લિક થતી જઈ રહી છે. ઘણી ચેટ એપ્લિકેશન નવા મિત્રો બનાવવાની ખોટી જાહેરાતો આપીને લોકોને અશ્લીલતા પીરસી રહી છે, અને પ્રાઇવસી હવે પબ્લિક થતી જાય છે, અને વ્યકિગત જીવનની સુરક્ષા પ્રદર્શન અને લાઈક – કોમેન્ટ મેળવવા તેમજ ફેમસ થવાના ચક્કરમા જોખમાઇ રહી છે.

Tiktok, Azhar, Live Chat, અને આવી તો અઢળક એપ આજકાલ સોસિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો દર્શાવીને આકર્ષતી હશે,

જો Tik Tok એપ્લિકેશનની જ વાત કરીએ તો લોકો પોતાની એક્ટીંગ, ડાયલોગ અશ્લીલ હરકત તેમજ ગેલાયક ગંદી વલ્ગર કોમેડી, ગાયકી કે કલાકારીના શોખને પ્રદર્શિત કરવા અને જેને પોતે ઓળખતા નથી એવા લોકોની લાઈક કોમેન્ટ મેળવવા જાણે ગાંડા થયા છે,

ઘણા લોકો તો પોતાના મિત્રો, પરિવાર અને સ્ત્રી મિત્રો સાથેના અંગત વીડિયો મૂકીને લાઈક મેળવવાના ચક્કરમા પોતાની ગોપનીયતા જાહેર કરીને બદનામ થઈ રહ્યા છે.

ટીક ટોક રસિયાઓ હવે જાણી લો કેમ કે ટૂંકસમય Pubg ની જેમ ટિક્ટોક પર પણ સરકાર દ્વારા પ્રતિબંદ થવા જઈ રહ્યો છે આ પગલાં લેવા પાછળ સરકારે મોટું કારણ પણ દર્શવ્યું છે આજકાલ ના યુવાનો એટલા બધા બગાડતા જઈ રહ્યા છે કે પોતાના જીવ નું પણ જોખમ જોતા નથી અને વિડિઓ બનાવે છે અને સાથે સાથે કેટલાક અસ્લિલ વિડિઓ મૂકે છે જેની અસર યુવાવર્ગ પર વધારે થઈ રહી છે

યુવાનો તો ઠીક પણ આજકાલ ના બાળકો અને અન્ય લોકો વૃદ્ધ સાથે આ એપ પાછળ ઘેલા બન્યા છે ત્યારે આ એપ દુસન બની ચૂક્યું છે

પહેલા કોઈ સ્ત્રીના ફોટો edit કરીને ફેક આઈડી બનાવતા પણ હવે આ livechat ના ચક્કરમા પોતાના સ્ત્રી મિત્રો કે કોઈપણ અજાણી વ્યકિતને ધ્યાનમા પણ ન હોય એ રીતે એમના વીડિયો બનાવીને આવી ચેટ એપ્લિકેશનમા મૂકીને પોતાના ફોલોવર વધારવાના ચક્કરમા ગુનાહિત પ્રવુતિ કરી રહ્યા છે.

દુનિયાના લગભગ ૩૦% ઈન્ટરનેટ વપરાશકર્તા માત્ર ભારતના લોકો છે, અને ભારત સરકારની આવી સોસિયલ એપ્લિકેશનને કાબુમા રાખી શકે એવી કોઈ નિયંત્રણ પોલિસી હોવી જોઈએ જેમાં યુવાનો મનોરંજન કે પ્રસિદ્ધિ મેળવવાની લાલચે હોમાઈ રહ્યા છે.

વિદેશથી ચાલતી આવી livechat એપ્લિકેશન ભારતના યુવાધનને મનોરંજનના નામે ગેરમાર્ગે દોરી રહી છે, અને જાહેરાત અને સ્ત્રી મિત્રો બનાવી આપવાના બહાને કરોડો રૂપિયા ભારત દેશના ખખેરી રહી છે.

લોક ચાહના મેળવવા કે કંઈક અજાયબી આપવાના ચક્કરમા તમે કોઈ ખોટુ કરી નથી રહ્યા ને એ વાત યાદ રાખજો. જેમ ધનુષ માથી છુટેલ તીર પાછુ નથી આવી શકતુ, એમ ઉતાવળ કે ઉત્સાહમા મૂકી દીધેલ કોઈ ખોટો કે અયોગ્ય વીડિયો પણ આ સોસિયલ મીડિયાની દુનિયામા પાછો નથી આવતો. પળભરમા મનોરંજન અને ફોરવડ કરવામા જ અનેરો આનંદ મેળવતા હજારો લોકો પાસે પહોંચી જશે જે વાત યાદ રાખજો.

દરેક ભારતીય યુવાને જાગૃતતા અને પોતાની નેતિક જવાબદારી થી આવી ખોટી Live chat એપ્લિકેશનથી દુર રહેવુ જોઈએ, અને પોતાની ગોપનીયતા અને સુરક્ષાનો ગેરૂપયોગ ન થાય એનુ ધ્યાન રાખવુ જરૂરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments