મોદી સરકારના ના ડિજિટલ સ્ટ્રાઈકથી ચીનનું પાણી ઉતર્યું, ચીન એ TikTok ને લઈને કર્યો મોટો ખુલાશો….
પૂર્વી લદ્દાખ સરહદ પર વધારેલા તણાવને ધ્યાનમાં રાખી ભારતની મોદી સરકારે ચીનની 59 મોબાઈલ એપ પર પ્રતિબંધ મુકી દીધો હતો.
આ પહલાથી બરાબરના સમસમી ઉઠેલા ચીને ભારતને પરિણામ ભોગવવાની ધમકી આપી દીધી હતી. ચીને તો ત્યાં સુધી કહી દીધું હતું કે, ભારતના આ પ્રતિબંધથી ચીનની અર્થવ્યવસ્થા પર કોઈ જ અસર નહીં પડે. જોકે હવે ચીને ખરેખર વાસ્તવિકતા સ્વિકારવી પડી છે.
ચીને આજે સ્વિકાર કર્યો છે કે, ભારતમાં પ્રતિબંધિત થવાથી Tik Tok એપની સહભાગી કંપનીઓને અબજો ડોલરનું નુંકશાન વેઠવાનો વારો આવી શકે છે.
ચીનના પ્રોપેગંડા સમાચાર ગ્લોબલ ટાઈમ્સે ટ્વિટ કર્યું છે કે, ગત મહિને લદ્દાખની સરહદમાં થયેલી હિંસક અથડામણ બાદ ભારત સરકારે ચીનની 59 એપ પર પ્રતિબંધ મુક્યો હ્તો. જેથી Tik Tok અને તેની સહભાગી કંપની ByteDanceને 6 અબજ ડોલરનું નુંકશાન થઈ શકે છે.
માત્ર એપ પરના પ્રતિબંધથી જ જો આટલુ મોટું આર્થિક નુંકશાન વેઠવાનો વારો આવતો હોય તો વધારે પ્રતિબંધથી ચીનની હાલત શું થઈ શકે છે.
ગ્લોબલ ટાઈમ્સે ભારતના નિર્ણયને લઈને આક્રમક પ્રહારો કર્યા છે. તેણે કહ્યું હતું કે, ભારતમાં ચીની વસ્તુઓ પ્રતિબંધિત કરવાથી ભારતની અર્થવ્યવસ્થા પર જ વિપરીત અસર પડશે, ચીન પર નહીં.
જોકે તેને એ હકીકતનો સ્વિકાર કરવો પડ્યો છે કે, ચીની કંપનીઓ અને રોકાણકારો માટે ભારત એક મોટું માર્કેટ રહ્યું છે જેના પર છેલ્લા 3 વર્ષમાં તેની નજર રહી છે. જેથી ભારતના પ્રતિકૂળ પગલાની અસર ચીનની કંપનીઓ પર પડવી નિશ્ચિત જ છે.
ઉલ્લેખનીય છે કે, ચીનની જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેમાં સૌથી મોટી ચીની ટેક્નોલોજી કંપની અલીબાબા, બાયટેડેંસ, બાઈડૂ, ટેંસેંટ, શાઓમી, વાઈવાઈ ઈંક અને લેનેવો વગેરેનો સમાવેશ થાય છે. ડિજિટલ ઈકોનોમી પર નજર રાખનારા નિષ્ણાંતોનું માનવું છે કે, ચીની કંપનીઓ માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે,
ભારતના પગલે પગલે દુનિયાના અન્ય દેશો પણ ચાલી શકે છે. અમેરિકી કંપનીઓ ગૂગલ અને ફેસબુક ઉપરાંત ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના કેટલાક બજાર એવા હતાં જ્યાં ચીની કંપનીઓ પોતાના દેશ ઉપરાંત સફળતા માટે મોટા દાવ ખેલી રહી હતી.