Monday, October 2, 2023
Home Ajab Gajab ભારતમાં એન્ટ્રી લેવા આતુર ! યુઝર્સની રીતે સૌથી મોટું બીજું બજાર રહેલા...

ભારતમાં એન્ટ્રી લેવા આતુર ! યુઝર્સની રીતે સૌથી મોટું બીજું બજાર રહેલા ભારતમાં ફરીથી આવવા માટે ટિકટોક આતુર છે…

જુલાઈના અંતમાં રિલાયન્સ અને બાઈટડાન્સ વચ્ચે વાટાઘાટો શરૂ થઈ હતી, ભારતે જૂનમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો હતો, અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો.

યુઝર્સની રીતે બીજું સૌથી મોટું બજાર રહેલા ભારતમાં ફરીથી આવવા માટે ટિકટોક આતુર છે. ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સ તેના ભારતીય કારોબારને વેચવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, બાઈટડાન્સ શોર્ટ વીડિયો એપ ટિકટોકને ભારતીય કારોબારી મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ને વેચે તેવી શકયતા છે.

આ સંબંધમાં બંને કંપનીઓની વચ્ચે જુલાઈના અંતમાં વાતચીત શરૂ .થઈ હતી. જોકે બંને કંપનીઓએ હાલ કોઈ ડીલ કરી નથી. આ અંગે રિલાયન્સ, બાઈટડાન્સ અને ટિકટોકએ કોઈ માહિતી આપી નથી.
ભારતે ટિકટોક સહિત ચીનની 106 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે..


લદ્દાખની ગલવાન ઘાટીમાં સીમા વિવાદ પછી ભારત સરકારે ચીનની કંપનીઓની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમાં ટિકટોક, વીચેટ, અલીબાબા ગ્રુપની યુસી બ્રાઉઝર અને યુસી ન્યુઝ જેવી પોપ્યુલર એપ સામેલ હતી. પછીથી સરકારે ગત મહિને જુલાઈમાં પણ ચીનની 47 એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

આ પૈકીની મોટાભાગની એપ અગાઉ બેન કરાયેલી એપ સાથે ક્લોન હતી. આમ ભારત અત્યાર સુધીમાં 106 એપ પર પ્રતિબંધ લગાવી ચુક્યું છે. ટિકટોકના ભારતીય કારોબારની વેલ્યુ 3 બિલિયન ડોલર આંકવામાં આવી છે.
ગત સપ્તાહે અમેરિકાએ ટિકટોક પરના પ્રતિબંધને મંજૂરી આપી..


ગત સપ્તાહે અમેરિકાએ પણ ચીનની એપ ટિકટોક પર પ્રતિબંધ મુકવાની મંજૂરી આપી હતી. આ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પ્રસ્તાવ પર સાઈન કર ચૂક્યા છે. જોકે અમેરિકાએ બાઈટડાન્સને ટિકટોકનો અમેરિકન કારોબાર કોઈ અમેરિકન કંપનીને વેચવા માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો બાઈટડાન્સ 15 સપ્ટેમ્બર સુધીમાં કોઈ સોદો કરી શકશે નહિ તો ટિકટોક પર લગાવવામાં આવેલો બેન લાગુ થઈ જશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments