તિલક કર્યા પછી આખરે કેમ લગાવવામાં આવે છે ચોખા, જાણો કારણ…
હિન્દૂ ધર્મમાં ધાર્મિક કાર્ય કર્યા પછી કપાળ પર તિલક લગાવવામાં આવે છે. તિલક પછી તેની ઉપર ચોખા લગાવવામાં આવે છે. તિલક પછી તેની ઉપર ચોખા લગાવવાનું વૈજ્ઞાનિક કારણ છે. કહેવામાં આવે છે કે તિલક લગાવવાથી શાંતિ અને શીતળતા આવે છે. ચોખા લગાવવાનું કારણ શુદ્ધતા અને પવિત્રતા છે. હિન્દૂ ધર્મમાં ચોખાને પવિત્ર માનવામાં આવે છે. ચોખાને હવનમાં દેવતાઓને ચઢાવવામાં આવે છે.
ચોખાને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક અનુષ્ઠાનોમાં ચોખાનાં ઉપયોગથી સકારાત્મક ઊર્જા મળે છે. પૂજા દરમિયાન કપાળ પર તિલક અને ચોખા એ માટે લગાવવામાં આવે છે કે જેથી આપણી આજુબાજુ નકારાત્મક ઊર્જા આવે નહીં અને સકારાત્મક ઊર્જામાં તેનું રૂપાંતર થાય. હિન્દૂ ધર્મમાં કપાળ પર કુમકુમ તિલક લગાવવાનું વિશેષ મહત્વ છે. પૂજા-પાઠ, તહેવાર, લગ્ન અને જન્મદિવસ જેવા અવસરો પર તિલક લગાવવામાં આવે છે. શાસ્ત્રોમાં શ્વેત ચંદન, લાલ ચંદન, કુમકુમ, રાખ વગેરેથી તિલક લગાવવાને શૂભ માનવામાં આવ્યું છે..
જો આનાથી પણ વધારે માહિતી હોય તો અમને આપશો..
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીને લઇને અમે એવો કોઈ દાવો નથી કરતાં કે આ સંપૂર્ણપણે સત્ય અને સચોટ છે. તેમજ આને અપનાવવાથી અપેક્ષિત પરિણામ મળશે. તેથી તેને અપનાવતા પહેલા જાણકારની સલાહ અવશ્ય લો.)