Saturday, June 10, 2023
Home Knowledge જાણો ! ક્યાં ક્યાં ઉપયોગ થયેલ છે તમારા આધાર કાર્ડનો, ૧ મિનિટમાં...

જાણો ! ક્યાં ક્યાં ઉપયોગ થયેલ છે તમારા આધાર કાર્ડનો, ૧ મિનિટમાં કરો આ રીતે તપાસ..

ક્યાં ક્યાં ઉપયોગ થયેલ છે તમારા આધાર કાર્ડનો, ૧ મિનિટમાં કરો આ રીતે તપાસ..

લોકો ટ્રેનમાં મુસાફરી થી લઈને બેંક, પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ બનાવવા અને સરકારી સ્કીમોમાં ફાયદો લેવા માટે આધાર કાર્ડ નો ઉપયોગ કરે છે. પરંતુ આધાર કાર્ડ નો ઉપયોગ કરવાની સાથે ઘણી વાર એવો પણ વિચાર આવે છે કે, ક્યાંક કોઈ વ્યક્તિ આપણા આધાર નંબર નો ખોટી રીતે ઉપયોગ તો નથી કરી રહ્યો ને?

વળી એવો પણ વિચાર આવે છે કે કોઈ વ્યક્તિ આપણી પરવાનગી વગર એવી કોઈ જગ્યા પર આધાર કાર્ડ નો ઉપયોગ કરી રહ્યો હોય જે ગેરકાનુની હોય અને આપણે એમાં ફસાઈ જઈએ. જો તમારા મનમાં પણ આ વાતને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યા હોય તો પરેશાન થવાની જરૂર નથી.

અમે તમને એવી રીત જણાવીશું જેની મદદથી તમે આસાનીથી જાણી શકશો કે તમારા આધાર કાર્ડ નો ઉપયોગ કયા કયા થયેલ છે. UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ તમારા આધાર કાર્ડ નો ઉપયોગ કયા કયા થયેલ છે તે જાણવા માટેની સુવિધા આપેલ છે. તમે આ સ્ટેપની મદદથી જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ નો ઉપયોગ ક્યાં થયેલ છે.

આ પણ વાંચો :

શુ તમે જાણો છો તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી
સિસ્ટમમાં આધારકાર્ડ એન્ટર કરો અને 10મી મીનિટે મેળવો પાનકાર્ડ
હવે આધારકાર્ડમાં સુધારા માટે નહી જવું પડે જનસેવા કેન્દ્ર

સૌથી પહેલા તમારે આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી પેજ પર જવાનું રહેશે. તેના માટે લિંક https://resident.uidai.gov.in/ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં આધાર સર્વિસીસ ની નીચે તમને Aadhaar Authentication History લખેલું દેખાશે તેના પર ક્લિક કરો. ત્યારબાદ ત્યાં તમારો આધારકાર્ડ નંબર અને સિક્યુરિટી કોડ એન્ટર કરો.

પછી OTP જનરેટ કરવા માટે ક્લિક કરો. ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર OTP આવશે. ઓટીપી આવ્યા બાદ તેને સબમિટ કરી દો. OTP ભરતા પહેલા તમારે સમય સીમા પસંદ કરવાની રહેશે જેની વિગત તમે જાણવા માંગો છો. ત્યારબાદ તમને તારીખ અને સમયના હિસાબથી પૂરી વિગત મળી જશે કે તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં ઉપયોગ કરવામાં આવેલ છે.

એટલે કે કેટલી વખત તમારા આધાર કાર્ડને વેરીફાઇ કરવા માટે ઓથોરિટી પાસે રીક્વેસ્ટ આવેલ છે. જો તમને તેમાં કોઇ ગરબડ દેખાય તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો. તમે તમારી આધાર જાણકારીને ઓનલાઈન લોક પણ કરી શકો છો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments