એક યુવાન ચાલુ ટ્રેક્ટરે ઉપર ચડવા ગયો અને બેલેન્સ ગુમાવતા ૬ જ સેકન્ડમાં થયું તેમનું મૃત્યુ…
આ CCTV દિલ્હીના નગલી વિહાર વિસ્તારના છે. અહીં એક ટ્રેક્ટર રોડ પરથી પસાર થઈ રહ્યું હતું..
ત્યારે એક યુવક દોડતો-દોડતો આવ્યો અને ટ્રેક્ટરમાં ચઢવા ગયો.
આ દરમિયાન યુવકે બેલેન્સ ગુમાવ્યું અને પહેલાં તે ટ્રેક્ટરના પાછલાં વ્હીલમાં અને પછી ટ્રોલીના વ્હીલ નીચે આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ અકસ્માત અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્ત્વનું છે કે, આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી..
ઘણા લોકો કોમેન્ટમાં કહે છે કે આવી તો શું ઉતાવળ હતી..
જુઓ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ વિડિયો…