Monday, October 2, 2023
Home Ayurved તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ સામાન, થઈ જશો ગરીબ! તુલસી...

તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ સામાન, થઈ જશો ગરીબ! તુલસી છોડ વાવતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો ..

તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ સામાન, થઈ જશો ગરીબ! તુલસી છોડ વાવતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો ..

હિન્દુ ધર્મમાં તુલસી છોડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. દેવી-દેવતાઓની જેમ, તુલસીની પૂજા પણ પ્રચલિત છે. તેમજ દેવપ્રબોધિની એકાદશીના દિવસે લોકો તુલસી અને શાલીગ્રામના લગ્ન પણ કરાવે છે. શાલાગ્રામ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી છોડ હોય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે છે.

તુલસીનો ઉપયોગ ચરણામૃત અને પ્રસાદમાં થાય છે. તુલસી વગર, ભગવાન વિષ્ણુની પૂજા અપૂર્ણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો તેમના ઘરોમાં તુલસી છોડ વાવે છે. પરંતુ કેટલીકવાર તેમાં કેટલીક મોટી ભૂલો થાય છે, જેના કારણે ઘરમાં આર્થિક સમસ્યા આવે છે. ચાલો જાણીએ કે કેવી રીતે તુલસી લગાવવી શુભ ગણાય:


તુલસીની આસપાસ ક્યારેય ગંદકી ન હોવી જોઈએ. આ પવિત્ર છોડ સ્વચ્છ જગ્યાએ રાખવો જોઈએ, નહીં તો તે સૂકાવા લાગે છે. જો ઘરમાં તુલસી હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર તેને ગાયના છાણથી લીપી દો..

તુલસી છોડમાં દૂધ સાથે પાણી મિક્સ કરી ચઢાવવાથી તુલસી હંમેશા તાજી રહે છે. જે કુંડામાં તુલસી હોય તેમાં ભૂલથી પણ બીજો કોઈ છોડ મ લગાવવો જોઈએ. તેનાથી મૂળને ફેલાવવા માટે જગ્યા નથી મળતી અને છોડ સૂકાવા લાગે છે.

સ્નાન પછી તુલસીને જળ ચઢાવવું જોઈએ. કેટલાક લોકો સાંજે દીવો કરીને જળ અર્પિત કરે છે જે ઠીક નથી. ધ્યાનમાં રાખો કે જ્યારે દીવો ઓલવાઈ જાય તો તેને તરત જ તુલસી પાસેથી હટાવી લો.


સ્ત્રીઓએ વાળ ખોલીને ક્યારેય તુલસીની પૂજા કરવી જોઈએ નહીં. ખુલ્લા વાળમાં તુલસીને જળ અર્પિત ન કરવું જોઈએ. તુલસીને જળ અર્પિત કરતી વખતે વાળ બાંધીને અને સુહાગના બધા ચિન્હો પહેર્યા પછી જ જળ અર્પિત કરો.


ઘણા લોકો તુલસીને માં માની કે તુલસી નિનાહ બાદ તુલસીજીને ચુંદડી ઓઢાડે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે ચુંદડી જૂની થાય કે ફાટી જાય તો તુલસીજીને નવી ચુંદડી ઓઢાડવી જોઈએ. તેથી તુલસી પાસે ભૂલ થી પણ ઉપર જણાવેલ સામાન ન રાખવો જોઈએ. તેનજ ઉપર જણાવેલ તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તુલસી સુકાવાથી ગરીબી આવી શકવાની સંભાવના વધી જાય છે!

RELATED ARTICLES

Most Popular

Recent Comments