Thursday, September 28, 2023
Home Ayurved આ પ્રકારના તુલસીજી ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ, જાણો એનું રહસ્ય…

આ પ્રકારના તુલસીજી ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ, જાણો એનું રહસ્ય…

દરેક ઘરમાં તુલસીનો છોડ તો હોય જ છે. ઘરમાં તુલસીનો છોડ વાવવાની પરંપરા પ્રાચીન સમયથી જ ચાલતી આવી છે. તુલસી એક પવિત્ર છોડ ગણવામાં આવે છે. તુલસીને પૂજનીય માનવામાં આવે છે. વાસ્તુની માન્યતા છે કે તુલસીનો છોડ આંગણામાં વાવવાથી ઘરમાં હકારાત્મકતા ટકી રહે છે.

આજે અમે તમને જણાવીશું તુલસીના છોડ સાથે જોડાયેલી ખાસ વાતો, તો ચાલો જાણી લઈએ તુલસીના છોડ વિશે ..

તુલસીના છોડ સાથે સંબંધિત ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તેના પાન પીળા થઈ જતા હોય કે છોડ સૂકાવા લાગતો હોય તો તેને ઘરમાં ન રાખવો જોઈએ. એવો છોડ હટાવીને સ્વસ્થ છોડ વાવવો જોઈએ.
તુલસીના છોડની સુગંધથી વાતાવરણમાં ફેલાયેલા નુકસાનકારક સૂક્ષ્મ કીટાણુ નષ્ટ થાય છે. તેની સુગંધ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.

વાસ્તુ પ્રમાણે તુલસીને મુખ્ય દરવાજાની પાસે વાવવો જોઈએ. તેનાથી તુલસીના છોડથી થઈને તાજી હવા આપણા ઘરમાં પ્રવેશ કરે છે. જે વાસ્તુ દોષ દૂર કરે છે

જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે તુલસીના પાનનું સેવન કરતો હોય તો તેની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. મોસમી બીમારીઓથી રક્ષણ થાય છે.

ઘણા લોકો તુલસીના પાનને ચામાં નાખીને કે પાણીમાં નાખીને પીવે છે, તે પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

અસ્વસ્થ તુલસીનો છોડ કોઈપણ પ્રકારે આપણા સ્વાસ્થ્ય માટે સારો નથી. એટલા માટે તેને હટાવી દેવા જોઈએ.
આયુર્વેદમાં તુલસીને સંજીવની બુટિની જેમ માનવામાં આવે છે. તુલસીમાં એવા અનેક ગુણો છે જે અનેક બીમારીઓને દૂર કરે છે. એટલા માટે તુલસીના છોડ ને હંમેશા ઘરમાં રાખવા જોઈએ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments