શું તમને ખબર છે ? તુલસીની માળા ગાળામાં પહેરવાથી, થાય છે ! આવા ચમત્કારીક લાભ, તમે પણ આ વાંચીને ચોંકી જશો!
આપણા દેશમા અનેકવિધ જુદા-જુદા ધર્મને અનુસરતા લોકો વસવાટ કરે છે. દરેક વ્યક્તિ પોતપોતાના ધર્મ પ્રમાણે જુદી-જુદી પ્રકારની માળાને ગળામા ધારણ કરતા હોય છે. આ માળાઓમા તુલસીની માળાને પહેરવાનુ જેટલુ વૈજ્ઞાનિક રીતે મહત્વ રહેલુ છે એટલુ જ ધાર્મિક રીતે પણ મહત્વ રહેલુ છે. એવુ પણ માનવામા આવી રહ્યુ છે કે, આ માળાને ધારણ કરવાથી આત્મા તેમજ મનની શુદ્ધિ થતી હોય છે. ઘણા શ્રદ્ધાળુઓનુ પણ એવુ માનવુ છે કે, આ માળાનો જાપ કરવાથી તેમને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે.
પ્રાચીનકાળ થી જ સ્વાસ્થ્યની વૃદ્ધિને વિશેષ મહત્વ આપવામા આવે છે. ગળામા તુલસીની માળાને ધારણ કરવાથી તેનો સ્વર પણ મધુર થતો હોય છે. આ માળા હૃદય તથા ફેફસાની બીમારી સામે પણ રક્ષણ આપે છે. આ માળા ધારણ કરનાર વ્યક્તિની પ્રકૃતિમા તેમજ સાત્વિકતામા પણ વૃદ્ધિ થાય છે. આ માળાને ધારણ કરવાથી તમારુ વ્યક્તિત્વ પણ ઘણુ આકર્ષિત થાય છે.
ઓસ્ટ્રેલિયામા સ્થિત વિક્ટોરિયા યુનિવર્સિટીના એક પ્રોફેસરે એક જર્નલમાં લખતા જણાવ્યુ છે કે, મેડીટેશન કરતા સમયે આત્મા, શરીર તથા મનને જોડવાં માટે આ માળા વિશેષ ભૂમિકા ભજવે છે. ઓસ્ટ્રેલિયન પ્રોફેસરે એક જર્નલમા લખતા જણાવ્યુ છે કે, આ છોડ એ હવાનુ પ્રદૂષણ ઘટાડવામા પણ ખુબ જ મદદરૂપ બને છે.
આ માળા ધારણ કરવાથી એક્યુપ્રેશર પોઇન્ટ્સ પર પણ ઘણુ દબાણ પડતુ હોય છે, આ ઉપરાંત માનસિક તણાવની સમસ્યામાથી મુક્તિ મેળવવામા પણ સારી એવી સહાય મળી રહે છે અને સ્વાસ્થ્યમા પણ નોંધપાત્ર સુધારો જોવા મળે છે. આ માળા ધારણ કરવાથી શરીરમા ઇલેક્ટ્રિક પાવરનો પ્રવાહ પણ વધી જાય છે. ગળામા આ માળા ધારણ કરવાથી વિદ્યુત તરંગો નીકળતા હોય છે, જે લોહીનાં પરિભ્રમણને અટકાવવા દેતા નથી.
તુલસીના લાકડાંથી બનેલ આ માળામા એક વિશેષ પ્રકારનુ દ્રવ્ય પણ સમાવિષ્ટ હોય છે, જે માનસિક તાણમાંથ તમને મુક્તિ પણ આપે છે. આ સિવાય મનમા ઉત્સાહ પણ અનેકગણો વધે છે. જો તુલસીના લાકડામાંથી બનાવેલ માળાને શરીરમા જોડવામાં આવે તો એ કફ તથા વાટ જેવા દોષને દૂર કરવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. એનાથી શારીરિક તેમજ માનસિક સંતુલન ઘણુ યોગ્ય રહે છે.