ભૂકંપ બાદ 10 દિવસના બાળકને ધરાશાયી થયેલી ઈમારતમાંથી કાઢીને તાત્કાલીક એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો.

ભૂકંપના લગભગ 90 કલાક પછી તુર્કીમાં એક નવજાત બાળક અને તેની માતાને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા.

તુર્કીમાં – સોમવારની સવારના 7.8- તીવ્રતાના આંચકા અને ત્યારબાદ સેંકડો આફ્ટર શોક્સ આવ્યા હતા, જેમાં 21,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે,

જેનાથી ઘણા લોકો બેઘર બન્યા છે, ઘણાએ પોતાનો આખો પરીવાર ગુમાવ્યો છે, તો ઘણા બાળકો તેના માતા પિતા ગુમાવ્યા છે,

હાલ ત્યાં આશ્રય, ખોરાક, પાણી, બળતણ અને વીજળીનો ખૂબ જ અભાવ છે, જેથી પાડોશી દેશો સહાય કરવા માટે આગળ આવ્યા છે.